Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અરુણાચલ પ્રદેશમાં નક્સલી હુમલો, ધારાસભ્ય સહિત ૧૧ની હત્યા

અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટો હુમલો કર્યો છે. તિરપ જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને એનપીસી ધારાસભ્ય સહિત ૧૧ લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્ય પીએસઓ (સુરક્ષા અધિકારી)ને પણ ગોળી વાગી છે અને સારવાર માટે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટના અંગે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ નિંદા કરી છે. કોનરાડે કહ્યું કે અરુણાચલના ધારાસભ્ય તિરોંગ અબો અને તેના પરિવારની હત્યાના સમાચાર સાંભળી એનસીપી ખુબ જ સ્તબ્ધ અને દુખી છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન મોદી પાસે આ હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ.કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો સંદિગ્ધ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એક નાગા વિદ્રોહી સમુહ છે.તાજેતરમાં જ ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડીહતી. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના આતંકીઓ પર આ હત્યાકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે.

Related posts

આસામ સરકાર ૧૦૦૦ મદરેસાઓને શાળાઓમાં ફેરવશે

aapnugujarat

हमारी पार्टी का ही होगा सीएम : राउत

aapnugujarat

જો આતંકીઓ આવી હાલત કરે છે તો પાક. આર્મી શું ન કરી શકે : સપા સાંસદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1