Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માલેગાંવ બ્લાસ્ટઃ સાધ્વી પ્રજ્ઞાને એનઆઇએની વિશેષ કોર્ટમાંથી મળી રાહત

ભોપાલ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા અને ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી અપક્ષ ઉમેદવાર સુધાકર ચતુર્વેદીએ પોતાની અરજીઓમાં ચૂંટણી વ્યસ્તતાઓનો હવાલો આપ્યો હતો. કર્નલ પુરોહિતે કેટલીક વ્યક્તિગત મુશ્કેલી જણાવી હતી. આરોપીઓના વકીલોને વિસ્ફોટ સ્થળે જવાની અનુમતિ પણ આપી દીધી છે.અગાઉ આરોપીઓનો કોર્ટમાં હાજર નહીં રહેવા પર મુંબઈની સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે કડક નારાજગી જણાવી હતી. કોર્ટે તમામ આરોપીઓને સુનાવણી દરમિયાન અઠવાડિયામાં એક વાર કોર્ટ રૂમમાં હાજરી લગાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ગત વર્ષે ઓક્ટોબરમાં માલેગાંવ બ્લાસ્ટના સાતેય આરોપીઓ વિરુદ્ધ આતંકી ગતિવિધિઓ, અપરાધિક ષડયંત્ર અને હત્યાની કલમોમાં આરોપ સાબિત થયા હતા. ઉલ્લેખનીય છે કે માલેગાવમાં ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮એ એક મસ્જિદની નિકટ થયેલા વિસ્ફોટમાં ૬ લોકોના મોત થઈ ગયા હતા અને ૧૦૦થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Related posts

સ્પીડ બ્રેકરના કારણે દરરોજ ૩૦ દુર્ઘટનાઓ થાય છે : રિપોર્ટ

aapnugujarat

કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ કરવા હિલચાલ

aapnugujarat

બજાર ધરાશાયી : સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને બંધ : અમેરિકી ડાઉજોન્સમાં પણ ચાર ટકા સુધીનો ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1