Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામ સરકાર ૧૦૦૦ મદરેસાઓને શાળાઓમાં ફેરવશે

આસામમાં મદરેસાઓને લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર રાજ્યમાં ખાનગી મદરેસાઓને બંધ કરીને તેને સામાન્ય શાળાઓમાં ફેરવવાનું વિચારી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું કહેવું છે કે આ માટે મદરેસા સંચાલકો સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં તમામ ખાનગી મદરેસાઓને પહેલેથી જ બંધ કરીને શાળાઓમાં ફેરવી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કહ્યું કે ખાનગી મદરેસાઓ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત છે. જેમાં લખવામાં આવ્યું છે કે સરકાર લઘુમતી સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓને સ્પર્શ કરી શકે નહીં. આ સંસ્થાઓ પણ ઇ્‌ઈ કાયદા હેઠળ આવતી નથી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧૦૦૦ ખાનગી મદરેસાઓ બંધ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં ત્રણ હજાર મદરેસાઓમાંથી ૧૦૦૦ મદરેસા બંધ થઈ શકે છે, ત્યારબાદ તેમની સંખ્યા ઘટીને બે હજાર થઈ જશે. આ માટે ખાનગી મદરેસા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે.
રાજ્યમાં પાંચ અલગ-અલગ મુસ્લિમ સમુદાયો છે. જેમની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે, સરકારે તેના માટે મંજૂરી આપી દીધી છે. સીએમએ કહ્યું કે સરકાર એવા ગામોની ચકાસણી કરી રહી છે જ્યાં આસામી મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. આ વર્ષના અંત સુધીમાં વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ પહેલા પણ રાજ્યની હિમંતા સરકાર મદરેસાઓ સામે કાર્યવાહી કરી ચૂકી છે. ઝ્રસ્એ અગાઉ કહ્યું હતું કે તેઓ રાજ્યમાં મદરેસા નહીં પરંતુ શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓ ઈચ્છે છે.

 

Related posts

निर्भया के दोषियों को 22 जनवरी को फांसी

aapnugujarat

कश्मीरी पंडितों की बात कर अमित शाह ने राज्यसभा में कांग्रेस को घेरा

aapnugujarat

વડાપ્રધાન મોદીએ દેશભરના ૫૦૮ રેલવે સ્ટેશનોના નવીનીકરણનો શિલાન્યાસ કરાવ્યો

aapnugujarat
UA-96247877-1