Aapnu Gujarat
બિઝનેસ

અદાણી-હિંડનબર્ગ કેસમાં CBI તપાસની જરૂર નથી : સુપ્રીમ

દેશના બિઝનેસ જગતને હચમચાવી નાખનાર અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે અદાણી જૂથને મોટી રાહત આપી છે. સુપ્રીમે જણાવ્યું કે આ કેસ સીબીઆઈને સોંપવાની કોઈ જરૂર નથી. સેબી દ્વારા જે તપાસ કરવામાં આવે છે તે બરાબર છે. સુપ્રીમે આ કેસની તપાસ માટે સેબીને વધુ 3 મહિનાનો સમયગાળો આપ્યો છે. અદાલતે જણાવ્યું કે સેબીની તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી. આ કેસમાં જાણીતા વકીલ પ્રશાંતભુષણ અને બીજા અરજકર્તાઓએ જે દલીલો કરી હતી તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સેબીએ આ કેસમાં જે તપાસ કરી છે તેમાં FPIના નિયમોનો ભંગ થયો હોવાની કોઈ જાણકારી મળી નથી. આ ઉપરાંત સેબી પાસે નિયમનકારી માળખું છે અને તેમાં કોર્ટની દખલગીરી કરવાની સત્તા મર્યાદિત છે.

અદાણી ગ્રૂપ પર કેવા આરોપો હતા?
ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણી જૂથે ખોટી રીતે પોતાના જ શેરોમાં મૂડી રોકી હતી અને ભાવમાં ચેડા કરીને શેરધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસના એક અરજીકર્તાના વકીલે એ બાબતની માગણી કરી હતી કે અદાણીની કંપનીઓના શેરમાં રોકાણથી કોને ફાયદો થયો તે જાણવામાં આવે છે. અદાણી જૂથ પર આરોપો લાગ્યા તેના કારણે જૂથના શેરોમાં 50 ટકાથી લઈને 75 ટકા સુધી ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી ટોચના ધનાઢ્યોની યાદીમાં ત્રીજા ક્રમેથી ખસીને ટોપ 20માંથી પણ બહાર નીકળી ગયા હતા.

સુપ્રીમ કોર્ટે ગૌતમ અદાણીને ક્લીન ચિટ આપીને આ કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવા માટે સેબીને આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ કેસને સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી તેમ કહ્યું હતું. સુપ્રીમના ચુકાદામાં એમ પણ જણાવાયું છે કે સરકાર અને સેબી એ તપાસ કરશે કે હિન્ડનબર્ગ દ્વારા શોર્ટ સેલિંગ કરીને કાયદાનો ભંગ થયો છે કે નહીં. આ કેસમાં કુલ 22 મેટર હતી તેમાંથી 20 મેટરમાં સેબીએ તપાસ પૂરી કરી દીધી છે. સોલિસિટર જનરલે આપેલી ખાતરીને ધ્યાનમાં રાખીને અમે બે કેસની તપાસ ત્રણ મહિનામાં પૂરી કરવા માટે સેબીને આદેશ આપીએ છીએ તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

ત્રણ બેચની જજ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ ડી બાય ચંદ્રચુડ, જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.

Related posts

इंडिगो ने बढ़ाया चार्ज, अब टिकट रद्द करने और बदलने पर देने होंगे 500 रुपए ज्‍यादा

aapnugujarat

પ્લાસ્ટિક ઉદ્યોગને પ્રોડક્શન કર ૧૭ થી ૨૦ ટકા સુધી ઘટવાની શક્યતા : ધોરાજી પ્લાસ્ટિક પ્રમુખ

editor

૧૭ લાખ રજિસ્ટર્ડ કંપનીઓમાંથી ૫.૩૪ લાખે કારોબાર સંકેલી લીધો

aapnugujarat
UA-96247877-1