Aapnu Gujarat
બિઝનેસ

૧૭ લાખ રજિસ્ટર્ડ કંપનીઓમાંથી ૫.૩૪ લાખે કારોબાર સંકેલી લીધો

સરકાર દ્વારા શેલ કંપનીઓ ઉપર તવાઈ લદાવાના કારણે દેશમાં રજીસ્ટર્ડ ૧૭ લાખમાંથી એક તૃતિયાંશ કંપનીઓએ કારોબાર સંકેલી લીધો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર ૨૦૧૭ના ઓકટોબરના અંતમાં સક્રિય અથવા તો કારોબાર કરતી કંપનીઓની સંખ્યા અમુક લાખ પૂરતી સીમિત રહી ગઇ છે. સરકારે આવી કંપનીઓ સામે કાર્યવાહી ઝડપી બનાવી છે એ સમયે આ આંકડા આવ્યા છે. આવી કંપનીઓનો ઉપયોગ મુખવટો ધરાવતી કંપની રૂપે હવાલા જેવી કામગીરીમાં કામમાં કરાતો હોવાની શંકા છે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ઓકટોબરમાં એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૩૧ ઓકટોબરના રોજ રજિસ્ટર્ડ કંપનીઓની સંખ્યા ૧૭ લાખ હતી. તેઓ પૈકી ૧૧.૩૦ લાખ કંપનીઓ સક્રિય હતી જ્યારે રજીસ્ટર્ડ થયેલી ૫.૩૫ લાખ કંપનીઓ બંધ પડી ગઇ છે. અંદાજે ૧૧૨૩ કંપનીઓને નિષ્ક્રિય ગણાવાઇ છે જ્યારે ૫૯૫૭ સામે લિકવીડેશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને ૩૧,૬૬૬ કંપનીઓ સામે રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અહેવાલ અનુસાર બંધ પડેલી કંપનીઓમાંથી ૧૦,૪૪૩ કંપનીઓને વેચી દેવામાં આવી હતી જ્યારે ૪૯,૨૭૩૫ કંપનીઓ નિષ્ક્રિય રહી હોવાથી બંધ કરવામાં આવી. ૧૯૯૮૪ કંપનીઓનું અન્ય કંપનીઓમાં વિલીનીકરણ કરવામાં આવ્યું. સક્રિય કંપનીઓમાં સૌથી વધુ કંપનીઓ સર્વિસ સેક્ટરમાં હતી.. ઉત્પાદન ક્ષેત્રમાં ૨.૩૦ લાખ, વ્યાપારમાં ૧.૫૦ લાખ કંપનીઓ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં ૧.૦૩ લાખ કંપનીઓ હતી.

Related posts

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૩૭૦ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધથી એર ઇન્ડિયાને ૩૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

સેંસેક્સ ૩૪૬ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1