Aapnu Gujarat
બિઝનેસ

પ્લાસ્ટિક ઉદ્યોગને પ્રોડક્શન કર ૧૭ થી ૨૦ ટકા સુધી ઘટવાની શક્યતા : ધોરાજી પ્લાસ્ટિક પ્રમુખ

નવી સોલાર પાવર પૉલિસીને ધોરાજી પ્લાસ્ટિક પ્રમુખ દલસુખભાઈ સહિતના હોદ્દેદારો આવકારીને જણાવ્યું છે કે આ પૉલિસી ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગનો પ્રોડક્શન કર ૧૭ / ૨૦ ટકા સુધી ઘટવાની ધારણા છે. ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા પ્લાસ્ટિક ઉદ્યોગકારોના અંદાજીત ૬૦૦થી વધારે એકમો આવેલ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલ નવી સોલાર પાવર પૉલિસી ધોરાજીના પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા અને હોદ્દેદારોએ જણાવ્યું કે આ સોલર પૉલિસીથી મોટો ફાયદો થશે. પ્લાસ્ટિક ઉદ્યોગોનો વીજળી ખર્ચ બચશે. ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવી શકાશે. ઉત્પાદન ખર્ચ ઘટવાથી ઉદ્યોગકારોને અંદાજિત ૩ થી ૫ રૂપિયાનો ફાયદો મળી શકશે. આ નવી પૉલિસી ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના પ્લાસ્ટિક ઉદ્યોગ જગતમાં મોટો ફાયદો થશે.
(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હવે ઘટાડો થશે : નિષ્ણાંતોનો દાવો

aapnugujarat

गोएयर के बेड़े में 50वां विमान शामिल, हर महीने एक विमान जोड़ने की योजना

aapnugujarat

स्विस बैकों में जमा भारतीयों की रकम में आई रिकोर्ड गिरावट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1