Aapnu Gujarat
શિક્ષણ

ધોરણ ૧૦ પરિણામ : વિદ્યાર્થીનીઓએ બાજી મારી

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ આ વખતે પણ વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી દીધી છે. એકબાજુ વિદ્યાર્થીઓની પાસની ટકાવારી ૬૨.૮૩ ટકા રહી છે જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી ૭૨.૬૪ ટકા રહી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીનીઓનો દેખાવ બોર્ડની પરીક્ષામાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે. આ વખતે પણ નિયમિત વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. નિયમિત વિદ્યાર્થીનીઓની સંખ્યા પરીક્ષામાં કુલ પૈકી ૩૪૭૧૪૦ નોંધાઈ હતી જે પૈકી ૨૫૨૧૬૧ વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. પરિણામની ટકાવારી ૭૨.૬૪ ટકા રહી છે. જ્યારે નિયમિત ઉમેદવારોમાં કુલ વિદ્યાર્થી પૈકી ઉપસ્થિત વિદ્યાર્થી ૪૭૫૬૮૩ રહ્યા હતા જે પૈકી ૨૯૮૮૬૨ વિદ્યાર્થી પાસ થયા છે. તેમના પરિણામની ટકાવારી ૬૨.૮૩ રહી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. નિયમિત ઉમેદવારોનું પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યું છે અને ૫૫૧૦૨૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે. રિપીટરોની વાત કરવામાં આવે તો તેમની પાસની ટકાવારી ૧૭.૨૩ ટકા અને ખાનગી ઉમેદવાર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ૧૦.૧૩ ટકા રહી છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોટી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રાજ્યમાં ૬૩ શાળાઓ એવી રહી છે જેનુ પરિણામ શુન્ય ટકા રહ્યુ છે. માધ્યમની વાત કરવામા ંઆવે તો ગુજરાતી માધ્યમનુ પરિણામ ૬૪.૫૮ ટકા નોંધાયુ છે. આવી જ રીતે હિન્દી માધ્યમનુ પરિણામ ૭૨.૬૬ ટકા રહ્યુ છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૮૮.૧૧ ટકા જેટલુ રહ્યુ છે. છેલ્લા કેટલાક વર્ષથી જારી પ્રવાહની જેમ જ આ વખતે પણ વિદ્યાર્થીનિઓએ બાજી મારી લીધી છે.

Related posts

CBSE Exam : 1 से 15 जुलाई तक होने वाली 10वीं, 12वीं बोर्ड की परीक्षाएं रद्द

editor

ડભોઈની નોબલ પબ્લિક સ્કૂલમાં ટેલેન્ટ સર્ચ પરીક્ષાનું આયોજન કરાયું

editor

अर्बुदानगर संस्कार स्कूल में अभिभावकों का हंगामा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1