Aapnu Gujarat
બિઝનેસ

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરથી ભારતને થશે જબ્બર લાભ

વિશેષજ્ઞોનું કહેવું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરથી ભારતને ફાયદો થશે. બંને દેશોમાં ભારતની નિકાસમાં વધારો થઈ શકે છે. ભારત બંને દેશોમાં કાપડ, કૃષિ, વાહન અને મશીનરીના ક્ષેત્રમાં નિકાસની વૃદ્ધિ હાંસલ કરી શકે છે.
ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન ના પ્રોફેસર રાકેશ મોહન જોશીએ કહ્યું કે, અમેરિકા ચીનથી ખાસ કરીને મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં મધ્યવર્તી ઉપકરોણોને નિશાન બનાવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ચીન અમેરિકાના ઓટોમોટિવ અને સોયાબીન સહિતનાં કૃષિ ઉત્પાદનો પર નિશાન સાધી રહ્યું છે.અમેરિકા દ્વારા ચીનની ૫૦ અરબ ડોલરની હાઈટેક વસ્તુઓ પર ૨૫ ટકા અને ૨૦૦ અરબ ડોલરની અન્ય વસ્તુઓ પર ૧૦ ટકા ટેરિફ લગાવવાની ઘોષણાથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધી ગયું હતું.
હાલમાં અમેરિકાએ ચીની મોબાઈલ કંપની હુઆવેઈને બ્લેકલિસ્ટ કરી દીધી છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ભારત એવાં દેશોમાંથી છે, કે જે ચીની બજારમાં અમેરિકી ઉત્પાદનોની આયાતમાં ઘટાડો થતાં તેનો ફાયદો ઉઠાવી શકે છે.
આ ઉપરાંત ગ્લોબલ ટાઈમ્સના લેખમાં કહેવામાં આવ્યું છે કે, ભારતથી ચીનમાં કૃષિ અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની નિકાસનું શોષણ નથી થઈ રહ્યું. ચીન અને અમેરિકામાં ટ્રેડ વોર વધ્યું તો ચીન પણ અમેરિકાની આયાત પર જવાબી ટેરિફ લગાવી શકે છે. ચીન અમેરિકા દ્વારા એકતરફી ટેરિફ લગાવતાં કોઈપણ સંભવિત નુકસાનથી બચવા માટે તૈયાર છે. જો ટ્રેડ વોરને કારણે કૃષિ ઉત્પાદનોની આપૂર્તિમાં ઘટાડો થશે તો, આ મેક ઈન ઈન્ડિયા ઉત્પાદનો માટે એક અવસર હશે.ફિયોના મહાનિર્દેશક અજય સહાયે કહ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ભારત માટે ‘ભગવાને મોકલેલાં અવસર’ સમાન છે. ભારત માટે ચીનમાં કામ કરી રહેલી કંપનીઓનું રોકાણ મેળવવા માટે ખૂબ સારો મોકો સાબિત થઈ શકે છે. અમેરિકી બજારોને ધ્યાનમાં રાખતાં જે કંપનીઓને ત્યાં રોકાણ કર્યું છે, તે ત્યાંથી અન્યત્ર જવા માગશે, અને તે માટે ભારત એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Related posts

ઠંડા-ઠંડા, કુલ-કુલની જાહેરાત પર બીગ બી પાસે માંગ્યો જબલપુરની કન્ઝયુમર કોર્ટે જવાબ

aapnugujarat

ગૂગલ ૨૦૨૦માં બંધ કરી શકે છે ગૂગલ હેંગઆઉટ્‌સ સર્વિસ

aapnugujarat

જીડીપી ગ્રોથ રેટ ૫.૭ ટકા રહ્યો : નિષ્ણાંતોમાં ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1