Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલ ૨૦૨૦માં બંધ કરી શકે છે ગૂગલ હેંગઆઉટ્‌સ સર્વિસ

ગૂગલ પોતાની જાણીતી મેસેજિંગ એપ ગૂગલ હેંગઆઉટ્‌સને ૨૦૨૦માં બંધ કરી શકે છે. ગૂગલે આ મામલે જોડાયેલા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, ૨૦૨૦માં યુઝર્સ માટે ગૂગલ હેંગઆઉટ્‌સ સર્વિસ બંધ થઇ જશે. નોંધનીય છે કે ૨૦૧૩માં ગૂગલે જીચેટના સ્થાને હેંગઆઉટ્‌સને લોન્ચ કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ આ એપમાં નવી અપડેટ્‌સ આપવાનું બંધ કરી દીધું હતું અને એસએમએસ મેસેજિંગની સુવિધા પાછી લઇ લીધી હતી. જોકે, જીમેઇલમાં વેબ પર હેગઆઉટ્‌સ પણ હજુ એક જરૂરી ચેટ ઓપ્શન છે અને તેને અનેક જીમેઇલ યુઝર્સ દ્ધારા ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ પ્લે સ્ટોર પર હેગઆઉટ્‌સ એપ પણ ઉપલબ્ધ છે.ગૂગલ હેંગઆઉટ્‌સ એક કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે જેને કંપનીએ મેસેજિંગ, વીડિયો ચેટ. એસએમએસ અને વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ જેવા ફિચર્સ સાથે લોન્ચ કરી હતી. ગૂગલના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અનેક યુઝર્સે પોતાના રિવ્યૂમાં કહ્યું હતું કે, હેંગઆઉટ્‌સ એપ જૂની લાગવા લાગી છે અને તેમાં પરફોર્મની સમસ્યા સાથે અનેક બગ્સ પણ જોવા મળ્યા છે.રિપોર્ટ અનુસાર, એક બ્રાન્ડ તરીકે હેંગઆઉટ્‌સ જી સૂટ સાથે હેંગઆઉટ્‌સ ચેટ અને હેંગઆઉટ્‌સ મીટ લાઇવ રહેશે. હેંગઆઉટ્‌સ ચેટ જ્યારે સ્લેક જેવા એપ્સનો એક વિકલ્પ છે અને જેને મોટાભાગની ટીમ કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરે છે જ્યારે હેંગઆઉટ્‌સ મીટ એક મીટિંગ પ્લેટફોર્મ છે.

Related posts

રિલાયન્સ કોમ્યુનિકેશન સામે દેવાળા પ્રક્રિયા પર સ્ટે દૂર થયો

aapnugujarat

એચડીએફસી અને બેંક ઓફ બરોડાએ વ્યાજદરમાં કર્યો વધારો

aapnugujarat

सऊदी अरब से भारतीय चावल निर्यातकों को 4 महीने की राहत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1