Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

જીડીપી ગ્રોથ રેટ ૫.૭ ટકા રહ્યો : નિષ્ણાંતોમાં ચર્ચા

ભારતનો જીડીપી અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રેટ એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વાર્ષિક આધાર પર ૫.૭ ટકા રહ્યો છે જે બે વર્ષમાં સૌથી ધીમી ઝડપ દેખાઈ રહી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં આજે આ મુજબની કબૂલાત કરવામાં આવી હતી. અગાઉના ત્રિમાસિક ગાળા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જીડીપી દર ૬.૧ ટકા સુધી રહ્યો હતો. ગયા વર્ષે આજ ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ રેટ ૭.૯ ટકાનો હતો. હાલમાં જ કરવામાં આવેલા પોલમાં ૩૦થી વધુ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૬ ટકાની આસપાસ રહેશે. આ જીડીપી ગ્રોથ રેટ માર્ચ ૨૦૧૬ બાદથી સૌથી ધીમી ગતિનો દરેક ત્રિમાસિક ગાળાનો ગ્રોથ રેટ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ધીમી ગ્રોથરેટ માટે કેટલાક કારણો છે જે પૈકી નોટબંધીના કારણને મુખ્ય રીતે ગણવામાં આવે છે. આ ઉપરાંત જીએસટી વ્યવસ્થાને અમલી કરવામાં આવ્યા બાદ આને લઇને પણ કેટલીક દુવિધાભરી સ્થિતિ રહી હતી. પોલમાં અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે, જીએસટીને લઇને અનિશ્ચિતતા હજુ થોડાક સમય સુધી રહે તેવી શક્યતા છે. પહેલી જુલાઈના દિવસે જીએસટી વ્યવસ્થાને દેશભરમાં અમલી કરી દેવામાં આવી હતી. ભારતભરમાં તમામ રાજ્યો હવે એક રેટ અને એક માર્કેટમાં ફેરવાઈ ગયા છે. ગ્રોથનો વર્તમાન દરનો મતલબ એ છે કે, ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર પૈકી એક છે. અલબત્ત તે ચીનથી પાછળ છે પરંતુ વિશ્વમાં સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રમાં ભારત સ્થાન ધરાવે છે. ચીનમાં ગ્રોથરેટ ૬.૯ ટકા નોંધાયો છે. ગ્રોથરેટને લઇને અર્થશાસ્ત્રમાં જુદા જુદા અભિપ્રાયો પ્રવર્તી રહ્યા હતા.  શુક્રવારના દિવસે ઓગસ્ટ મહિના માટેના પીએમઆઈના આંકડા જારી કરવામાં આવનાર છે. તેના ઉપર પણ નજર રહેશે.

 

Related posts

પેટ્રોલમાં વધારો : ડીઝલમાં વૃદ્ધિ નહીં

aapnugujarat

१६ जुन से पेट्रोल डीजल की हर दिन बदलेगी किमतें

aapnugujarat

ऑफलाइन सेगमेंट में कदम रख सकता हैं फ्लिपकार्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1