Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગૂગલ, ફેસબૂક પર એડ્‌ આપનારા પક્ષોમાં ભાજપ નંબર-૧

ગૂગલ, ફેસબૂક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રાજકીય એડ્‌ આપનારા પક્ષોમાં ભાજપ નંબર-૧ તરીકે ઊપસ્યો છે. લોકસભા ચૂંટણીનો હવે છલ્લો તબક્કો બાકી છે ત્યારે ભાજપે સત્તાવાર એકાઉન્ટમાંથી ૨૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કર્યો છે.ગૂગલ, યુટ્યૂબ અને ગૂગલની પાર્ટનર પ્રોપર્ટીઝ પર રાજકીય એડ્‌નો કુલ આંકડો અત્યાર સુધીમાં લગભગ ૨૭ કરોડે પહોંચ્યો છે. જેમાં ૬૦ ટકા હિસ્સો (લગભગ ૧૭ કરોડ) ભાજપનો છે. કોંગ્રેસના લગભગ ૨.૭ કરોડની તુલનામાં ભાજપનો ખર્ચ ૫૦૦ ટકા વધારે છે.
ગૂગલ અને ફેસબૂક બંનેએ લોકસભા ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં ભારતમાં એડ્‌.માં પારદર્શકતા માટેના વિવિધ વિકલ્પો દાખલ કર્યા હતા. જેથી એડ્‌.ના ફન્ડિંગની વિગતો જાહેર કરી શકાય. ફેસબૂક પર ભાજપે ફેબ્રુઆરીથી ૧૧ મે સુધીમાં લગભગ ૪ કરોડનો એડ્‌ ખર્ચ કર્યો છે, જે કોંગ્રેસની તુલનામાં ૨૦૦ ટકા વધુ છે. સમાન ગાળામાં કોંગ્રેસે ફેસબૂક પર લગભગ ૧.૩ કરોડ ખર્ચ્યા છે.રાજકીય પ્રચારકો અને એડ્‌વર્ટાઇઝર્સના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહે ભાજપ અને કોંગ્રેસના એડ્‌ ખર્ચનો તફાવત વધુ મોટો થશે. વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસીમાં ૧૯ મેના રોજ મતદાન હોવાથી સોશિયલ મીડિયા પર ભાજપનો ખર્ચ વધવાનો અંદાજ છે.
ભાજપના પ્રચાર માટે કામ કરનારા એક એડ્‌વર્ટાઇઝરે જણાવ્યું હતું કે, વારાણસી વડાપ્રધાન મોદીનો મતવિસ્તાર હોવાથી ચૂંટણીના છેલ્લા તબક્કામાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ભાજપનું ફન્ડિંગ વધવાનો અંદાજ છે.એડ્‌વર્ટાઇઝર્સ અને એનાલિસ્ટ્‌સના જણાવ્યા અનુસાર છેલ્લાં કેટલાંક સપ્તાહમાં શાસક પક્ષ સાથે જોડાયેલાં ઘણાં પેજ પર ઊંચો એડ્‌ ખર્ચ થઈ રહ્યો હોવાથી સોશિયલ મીડિયા પર એડ્‌ ખર્ચના બિનસત્તાવાર આંકડા ઘણા ઊંચા હોવાની શક્યતા છે. ગૂગલ પર ભાજપનું ફન્ડિંગ મંગળવારે ૧૪ કરોડ હતું, જે વધીને બુધવારે ૧૭ કરોડે પહોંચ્યું છે. ભાજપના અમિત માલવિયાએ આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો.ફેસબૂક તેની એડ્‌ લાઇબ્રેરીમાં રાજકીય ખર્ચના સાપ્તાહિક આંકડા પ્રકાશિત કરે છે. ફેસબૂક પર નોંધપાત્ર એડ્‌ ખર્ચ કરનારા અન્ય એકાઉન્ટ્‌સમાં ભારત કે મન કી બાત, માય ફર્સ્ટ વોટ ફોર મોદી અને નેશન વિથ નમોનો સમાવેશ થાય છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આ એકાઉન્ટ્‌સનો એડ્‌ ખર્ચ ૪.૫ કરોડ થયો છે. મુંબઈની કમ્યુનિકેશન્સ એજન્સી મોગે મીડિયા શરૂ કરનાર સંદીપ ગોયલે જણાવ્યું હતું કે, ભાજપ પાસે ૬-૭ વર્ષથી સોશિયલ મીડિયા મશીનરીને સંભાળવા ઘણી સારી ટીમ અને વિચારપૂર્વકની વ્યૂહરચના છે. એડ્‌ સ્પેન્ડ ઉપરાંત, ભાજપે વોટ્‌સએપ જેવા પ્લેટફોર્મ્સનો ઘણો સારો ઉપયોગ કર્યો છે.૨૦૧૪માં નરેન્દ્ર મોદી પાસે સોશિયલ મીડિયાનો બેઝ ઘણો સારો હતો અને તેમાં સતત વધારો થયો છે. એટલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડ્‌ ખર્ચના તફાવતમાં વધુ વૃદ્ધિ થાય તો નવાઈ નહીં.

Related posts

किसानों की चेतावनी : 26 जनवरी को एक लाख ट्रैक्टर लेकर दिल्ली में घुसेंगे किसान

editor

RBI का दिपावली तोहफा रेपो रेट 0.25 फीसदी घटाया

aapnugujarat

ખેડૂતો માટે મોદી કેબિનેટ દ્વારા નવી યોજનાનું એલાન

editor

Leave a Comment

UA-96247877-1