Aapnu Gujarat
બિઝનેસ

હવે અઠવાડિયાના સાત દિવસ અને ૨૪ કલાક પૈસા ટ્રાન્સફર કરી શકાશે, આરબીઆઈ લાવશે નિયમ

હવે પૈસા ટ્રાન્સફર કરવા વધારે સરળ બનશે, અને આ સુવિધા અઠવાડિયાના સાત દિવસ અને ૨૪ કલાક મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ સુવિધા શરૂ કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. જે અંતર્ગત નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મારફતે આ સુવિધા મળશે. આરબીઆઈએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ઈન ઈન્ડિયાઃ વિઝન ૨૦૧૯-૨૦૨૧ દસ્તાવેજમાં આ પ્રસ્તાવ રજુ કર્યો છે. આ ઉપરાંત આરબીઆઈ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટમાં ગ્રાહકના વ્યવહારો માટે ઉદ્યોગની તૈયારીઓ અને ગ્રાહકની માગને આધારે વિસ્તાર કરવાની સંભાવનાને પણ તપાસશે.આરબીઆઈએ કહ્યું કે, નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો સમય વધારતાં પહેલાં એક ટેસ્ટ કરવો જરૂરી છે. અત્યારે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં રવિવારે, મહિનાના બીજા અને ચોથા શનિવારે અને બેંક હોલિડે પર ટ્રાન્જેક્શન કરી શકતા નથી. કામકાજના દિવસોમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ સવારે ૮ વાગ્યાથી લઈ સાંજે ૭ વાગ્યા સુધી થઈ શકે છે. જ્યારે શનિવારે આ સમય સવારે ૮થી બપોરના ૧ વાગ્યા સુધીનો હોય છે.અત્યારે કસ્ટમર એક દિવસમાં નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મારફતે ૧ લાખથી ૨૫ લાખ રૂપિયા સુધીની રકમ નેટ બેકિંગ મારફતે ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ મારફતે એક દિવસમાં ૨ લાખથી લઈ ૨૫ લાખ રૂપિયા સુધીની રકમ નેટ બેન્કિંગનો ઉપયોગ કરી મોકલી શકાય છે. કસ્ટમર ઓનલાઈન સેવા મારફતે અઠવાડિયામાં સાત દિવસ, ૨૪ કલાક ક્યાંય પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. પણ તેના માટે અધિકત્તમ ૨ લાખ રૂપિયા સુધીની રકમ જ ટ્રાન્સફર કરી શકાય છે.

Related posts

नए साल से UAE जाना और होनेवाला है महंगा

aapnugujarat

सोना स्थिर, चांदी 100 रुपए चमकी

aapnugujarat

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1