Aapnu Gujarat
બિઝનેસ

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપની પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૨૫૧૩.૯૪ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. એચયુએલ, આઈટીસી, ઇન્ફોસીસ અને મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ટીસીએસ, આરઆઈએલ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. એસબીઆઈની માર્કેટ મૂડી આ ગાળામાં ૧૨૨૭૧.૩૧ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી ૨૫૮૦૫૪.૪૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે જ્યારે ઇન્ફોસીસની માર્કેટ મૂડી ૧૦૭૨૪.૯૨ કરોડ વધીને ૩૦૮૨૪૮.૭૮ કરોડ થઇ છે. મારુતિ સુઝુકિની માર્કેટ મૂડી વધીને ૨૩૧૨૧૫.૧૦ કરોડ થઇ ગઇ છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડી ૭૩૪૮.૯૯ કરોડ વધીને ૪૦૧૯૩૨.૦૨ કરોડ થઇ છે. આ ગાળા દરમિયાન ટીસીએસની માર્કેટ મૂડીમાં ૨૫૧૪.૧૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૭૪૬૪૪૩.૧૩ કરોડ રૂપિયા થઇ છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ઘટાડો થતાં તેની મૂડી ૭૦૪૬૮૯.૬૧ કરોડ થઇ છે. માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હોવા છતાં ટીસીએસ પ્રથમ ક્રમ ઉપર અકબંધ છે. આરઆઈએલ બીજા ક્રમ ઉપર છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ, આરબીઆઈમાં મોટા ઘટનાક્રમ, આર્થિક મોરચે મહત્વપૂર્ણ આંકડા જારી કરવામાં આવ્યા બાદ તેની સીધી અસર બજાર ઉપર થઇ હતી. છેલ્લા સપ્તાહમાં દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે.

Related posts

પીએનબી ફ્રોડમાં નિરવની ૧૪૫ કરોડની સંપત્તિ જપ્ત

aapnugujarat

વાઉ એરલાઇન્સ ભવિષ્યમાં ફ્રીમાં પ્રવાસ કરાવી શકે છે : રિપોર્ટ

aapnugujarat

ચાંદીનો ભાવ એક વર્ષની અંદર 85,000ને પાર કરે તેવી શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1