Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પંજાબમાં રાહુલ ગાંધીના મોદી ઉપર આકરા પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાગે છે કે, માત્ર એક વ્યક્તિ જ દેશ ચલાવી શકે છે જ્યારે સચ્ચાઈ એ છે કે, લોકો આ દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પંજાબના બરગારીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, એક સમયે મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મજાક ઉડાવતા હતા પરંતુ હવે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ દેશના લોકો તેમની મજાક ઉડાવી ર્યા છે. રાહુલ ગાંધીએ ફરિદકોટ લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ સિદ્દીકી માટે મતદાન કરવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ આ દરમિયાન ૨૦૧૫ની એક ઘટનાની વાત કરતા કહ્યું હતું કે, કે, ધાર્મિક ગ્રંથનું અપમાન કરનારાઓને સજા કરવાની વાત પણ કરી હતી. રાહુલે કહ્યું હતું કે, હું એ ઘટનાને પણ યાદ કરી રહ્યો છું જ્યારે ધર્મગ્રંથના અપમાનનો મામલો સામે આવ્યો હતો. તે સમય દરમિયાન હું અહીં આવ્યો હતો. હું વચન આપું છુકે જેમણે પણ આ ખોટુ કામ કર્યું છે તેમને સજા કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ મંગળવારે ધર્મગ્રંથના અપમાન બદલ ભાજપના સાથી પક્ષ શિરોમણિ અકાળી દળ પર પ્રહારો કર્યા હતા. મોદી પર આક્રમક પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાનને એમ લાગી રહ્યું છે કે, એક જ વ્યક્તિ દેશને ચલાવી શકે છે પરંતુ વાસ્તવમાં અહીંના લોકો દેશને ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન રાફેલ જેટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રાહુલે ચેતવણી આપતા કહ્યું હતું કે, મોદી આ મુદ્દે મારી સાથે ચર્ચા કરે. ભાજપ સરકારના મુખ્ય પગલા નોટબંધી અને જીએસટીની ટિકા કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી દીધી છે અને લોકોને નોકરી છોડવાપર મજબૂત કરી દીધા છે.

Related posts

११ करोड़ जनता से किया ईमान का करार टूटाः शरद यादव

aapnugujarat

૧ એપ્રિલથી શરતોને આધીન અમરનાથના શ્રદ્ધાળુઓ થશે રજિસ્ટ્રેશન

editor

બધા રાજ્યોને ડો. આંબેડકરના નામમાં ‘રામજી’ જોડવા જણાવશે અનુસૂચિત જાતિ આયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1