Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુસ્લિમના રાજમાં ધર્મનું કશું જ બગડ્યું નથી તો હવે શું બગડશે : દિગ્વિજયસિંહ

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે બુધવાર એક ચૂંટણી રેલીને સંબોધતા ભાજપા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વ એજન્ડા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તેઓ કહે છે કે, હિન્દુ ધર્મ ખતરામાં છે. સાડા પાંચસો વર્ષ સુી મુસલમાનોનું રાજ રહ્યું ત્યારે ધર્મનું કશું જ બગડ્યું નહીં તો હવે શું બગડશે. તેમણે આગળ કહ્યું કે સનાતન ધર્મ શું એટલો કમજોર છે જે કોઇના કહેવાથી ખતરમાં આવી જાય. દરમિયાન તેમણે અપ્રત્યક્ષરીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાલાયક પણ કહ્યું હતું. મળેલી માહિતી મુજબ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને રેલી સંબોધીત કરી રહ્યા હતા. આ દરમિયાન સિંહે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ક્હયું હતું કે, દેશને ચલાવવો હોય તો તમામ લોકોને સાથે રાખીને ચાલવું પડશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી તમામ લોકો આ દેશના નાગરિકો છે. તેમણે ઇશારામાં મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, હિન્દુ ધર્મ ખતરામાં છે. અરે નાલાયકો સાઢે પાંચસો વર્ષ મુસ્લિમોનું રાજ રહ્યું તો તમારા ધર્મનું કશું જ ન બગડ્યું તો હવે શું બગડવાનું છે? સનાતન ધર્મ શું એટલો કમજોર છે કે કોઇના કહેવાથી ખતરામાં આવી જાય. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર નીચ કિસ્મ કા આદમી ગણાવતા પોતાના લેખ ઉપર કોંગ્રેસી નેતા મણિશંકર અય્યરે સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કરી દીધો છે. મોદી નીચ નિવેદનને લઇને મણિશંકર અય્યર પોતાની ટિપ્પણી ઉપર મક્કમ છે અને કહ્યું છે કે, સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. આ સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટી તરફથી નિવેદન જારી કરી દેવામાં આવ્યું છે. મિડિયાના પ્રશ્નો ઉપર નારાજગી વ્યક્ત કરતા અય્યરે કહ્યું હતું કે, તેઓ એટલા મૂર્ખ નથી કે પ્રશ્નોના જવાબમાં ફસાઈ જાય. હકીકતમાં અય્યરે ૨૦૧૭માં મોદીના સંદર્ભમાં પોતાના વિવાદાસ્પદ નિવેદન નીચ કિસ્મ કા આદમીને યોગ્ય ઠેરવતા એક લેખ લખ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન મણિશંકર અય્યરે આ નિવેદન આપ્યું હતું તે વખતે ભારે હોબાળો થયો હતો. આખરે કોંગ્રેસી નેતાને માફી માંગવાની ફરજ પડી હતી. કોંગ્રેસે અય્યરના લેખને અંગત તરીકે ગણાવીને કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરીદીધો છે. અય્યરે સિમલામાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું છે કે, તેમને જવાબ આપવાની કોઇ જરૂર નથી. આ સંદર્ભમાં કોંગ્રેસ તરફથી નિવેદન જારી કરી દેવામાં આવ્યું છે. તેને જોઇ લેવાની જરૂર છે. અય્યરે કહયું હતું કે, તેમના દ્વારા સાચી વાત કરવાના કારણે લોકો તેમનાથી નફરત કરે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અટલ બિહારી વાજપેયીને વિદેશી પ્રવાસમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા હતા.

Related posts

विभिन्न मुद्दो से ध्यान भटका रही हैं सरकारः राहुल गांधी

aapnugujarat

કાશ્મીર મુદ્દાને લઈને કેન્દ્ર સરકારે અતિવાદી વલણ અપનાવ્યુંઃ પી. ચિદમ્બરમ

aapnugujarat

बिहार में आज नहीं तो कल होगा भाजपा का मुख्यमंत्री : गिरिराज सिंह

editor

Leave a Comment

UA-96247877-1