Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બંગાળમાં જમ્મુ કાશ્મીર કરતા પણ ખરાબ હાલત છે : મોદી

કોલકાતામાં મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં યેલી હિંસા અને આગચંપીની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં મોદીએ મમતા બેનર્જી સરકારની જમ્મુ કાશ્મીર કરતા પણ ખરાબ હાલત છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કાશ્મીર હિંસા અને આતંકવાદ માટે જાણીતું છે. કાશ્મીરમાં પંચાયત ચૂંટણી યોજાઈ હતી. એક પણ પોલિંગ બૂથ પર હિંસાની કોઇપણ ઘટના થઇ નથી. તે દરમિયાન બંગાળમાં પંચાયત ચૂંટણી યોજાઈ હતી. સેંકડો લોકોના મોત થયા હતા જે લોકો જીતીને આવ્યા તેમના આવાસને આગ ચાંપી દેવામાં આવી હતી. જો લોકો વિજયી બનીને આવ્યા તેમને અન્ય રાજ્યમાં સંતાઇને રહેવું પડ્યું હતું તેમનો ગુનો એ હતો કે તેઓ જીતીને આવ્યા હતા. તે સમયે લોકતંત્રની વાતો કરનારા લોકો મૌન રહ્યા હતા જેનાથી તેમને બળ મળતું ગયું. ખાનગી ચેનલ સાથ વાતચીત કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભાજપ, લેફ્ટ અને કોંગ્રેસનો ડર નથી પરંતુ બંગાળની જનતાથી ડર લાગે છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી પહેલા ભાજપ નેતાઓની કરેલીઓ રદ કરવામાં આવી હતી. એ રાજ્યના મુખ્યમંત્રીને ઉતારવામાં આવ્યું ન હતું.
વડાપ્રધાનની સભા રદ કરવામાં આવી હતી. રાત્રે ૯ વાગે પરવાનગી મળી હતી. અમિત શાહની સભા રદ કરવામાં આવી હતી. તે લોકતંત્રની વિરુદ્ધ છે. તેમને લેફ્ટ, ભાજપા અને કોંગ્રેસનો ભય નથી. તેમને ભય બંગાળની જનતાનો છે. તેમને ડર છે કે, બંગાળની જનતા જો જાગી ગઈ તો મમતા બેનર્જી ઉભા પણ નહીં રહી શકે.

Related posts

उत्तराखंड में ग्लेशियर टूटने से आई बाढ़, 14 लोगों के शव बरामद

editor

મોદી સરકારે જાહેરાતો પાછળ ૧૨૬૪ કરોડનો ખર્ચ કર્યો

aapnugujarat

CJI गोगोई ने तत्काल सुनवाई वाले मामलों से खुद को किया दूर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1