Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચંદા કોચરની ૯ કલાક સુધી ઇડી દ્વારા પુછપરછ થઇ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદાકોચર અને તેમના પતિ દિપક કોચરની નવ કલાકથી પણ વધુ સમય સુધી આકરી પુછપરછ કરી છે. બેંક છેતરપિંડીમાં ચાલી રહેલી તેની તપાસના સંદર્ભમાં આ બંનેની પુછપરછ કરવામાં આવી હતી. બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ સાથે સંબંધિત કેસના સંદર્ભમાં આ તપાસ કરવામાં આવી હતી. ઇડીમાં રહેલા સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નવ કલાક સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ ચંદા કોચરની ફરી એકવાર પુછપરછ કરવામાં આવી શકે છે. ઇડીમાં રહેલા સુત્રોએ એમ પણ કહ્યું છે કે, બંને દ્વારા આપવામાં આવેલા જવાબોને લઇને ઇડીના અધિકારીઓ સંતુષ્ટ દેખાયા નથી. ચંદાકોચર અનએ દિપક કોચર તેમને આપવામાં આવેલી સૂચના મુજબ જ સોમવારના દિવસે ઇડી સમક્ષ ઉપસ્થિત થઇ ગયા હતા. ત્યારબાદ તેમની પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો. લાંબા સમય સુધી તેમની પુછપરછ ચાલી હતી. પુછપરછ દરમિયાન મુખ્યરીતે લોનના સંદર્ભમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. દિપક કોચરની કંપનીનું પાવર રિન્યુએબલને આપવામાં આવેલી લોનને લગતા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પુછપરછની શરૂઆત પહેલા આ દંપત્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, તેઓ તપાસમાં સહકાર કરી રહ્યા છે.
તપાસને આગળ લઇ જઇ શકાય તે દિશામાં પહેલ કરી રહ્યા છે. મની લોન્ડરિંગ એકટના સંદર્ભમાં પુછપરછનો સિલસિલો ચાલી રહ્યો છે. ચંદાકોચરને આ મહિનાની શરૂઆતમાં પણ ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું હતું પરંતુ વધારે સમયની માંગણી કરવામાં આવી હતી. ઇડી દ્વારા ચંદા કોચર, દિપક કોચર અને અન્યો સામે આ વર્ષની શરૂઆતમાં કેસ દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી હતી.

Related posts

બિહાર-આસામમાં પુરથી ભારે નુકસાન : આસામમાં મૃતાંક વધીને ૫૦, બિહારમાં મૃતાંક ૧૧૯થી વધુ

aapnugujarat

राहुल गांधी के बारे में अपशब्द कहने पर सुब्रमण्यम स्वामी पर मुकदमा

aapnugujarat

કથુઆ ગેંગરેપ-હત્યામાં તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1