Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કથુઆ ગેંગરેપ-હત્યામાં તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય

સમગ્ર દેશને હચમચાવી મુકનાર કથુઆ ગેંગરેપ-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે પણ પોતાની રીતે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે બારકાઉન્સિલ ઓફ જમ્મુ કાશ્મીરને પણ નોટિસ ફટકારી છે. બળાત્કારના આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાથી રોકવા બદલ બાર કાઉન્સિલ ઓફ જમ્મુ કાશ્મીરને નોટિસ ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કથુઆ ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન અને હાઈકોર્ટ બાર એસોસિએશનની પણ ગંભીર નોંધ લીધી છે. રેપ કેસમાં ચાર્જશીટ દાખલ કરવાનો વિરોધ કરવા સામે જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ભોગ બનેલાના પરિવારના સભ્યોનું પ્રતિનિધિત્વ કરવાથી વકીલને રોકવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બે એસોસિએશનોને પણ નોટિસ ફટકારી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચે તમામ લોકો પાસેથી જવાબની માંગ કરી છે. ૧૯મી એપ્રિલ સુધી તમામને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. ચાર્જશીટ દાખલ કરવાથી રોકવાની બાબત ખુબ જ દુખદ છે અને કાયદા હેઠળ વખોડવાલાયક બાબત છે. સુપ્રીમનું કહેવું છે કે, એક વકીલ દ્વારા ભોગ બનેલી બાળકીના પરિવારના સભ્યોનું પ્રતિનિધિત્વ કરવા સામે વિરોધની બાબત પણ અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, દરેક પાર્ટી જે કોર્ટમાં આવે છે તે વકીલ રાખવા માટે સ્વતંત્ર છે. જો વકીલો જ સૈદ્ધાંતિકરીતે વિરોધ કરે છે તો ન્યાયિક વ્યવસ્થાના મોટા ફટકા સમાન છે. અગાઉ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મોટી સંખ્યામાં વકીલોએ આ કમકમાટીભર્યા બનાવની નોંધ લેવા સુપ્રીમ કોર્ટની બેંચને આદેશ કર્યો હતો. વકીલોએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ સમક્ષ લેખિતમાં આ કેસની વાસ્તવિકતા તેઓ રજૂ કરશે. સોમવારના દિવસે કાશ્મીરમાં એક સમુદાયના નારાજ થયેલા વકીલોએ જમ્મુ કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાંચને સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવાથી રોકી દીધા હતા. કથુઆ જિલ્લાના આઠ વર્ષીય બાળકી આશીફા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ કથુઆ કોર્ટ સંકુલમાં પહોંચ્યા બાદ વકીલોએ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી હતી. દરમિયાન નિર્ભયા ગેંગરેપની જેમ જ આ મામલામાં પણ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કેન્ડલલાઇટ માર્ચમાં ભાગ લીધો હતો. રાહુલે કથુઆ અને ઉન્નાવ બળાત્કાર કેસો સામે વિરોધ દાખલ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, દેશની પુત્રીઓ મોદીના શાસનમાં બિલકુલ સુરક્ષિત નથી.

બાળકીના પરિવારની દહેશત વચ્ચે ગામથી હિજરત
જમ્મુ કાશ્મીરના કથુઆ વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યાના બનાવ બાદ આક્રોશનું મોજુ ફરી વળ્યું છે. વિરોધ પ્રદર્શન અને રાજનીતિનો દોર ચાલી રહ્યો છે. એવા અહેવાલ આવ્યા છે કે, દહેશતના માહોલમાં આઠ વર્ષની બાળકી આશીફાના પરિવારના સભ્યો ગામ છોડીને હિઝરત કરી ગયા છે. એમ માનવામાં આવે છે કે, બાર એસોસિએશન દ્વારા જમ્મુ કાશ્મીર પોલીસની તપાસ પ્રક્રિયામાં સવાલ ઉઠાવીને વિરોધ પ્રદર્શન અને હડતાળના લીધે પરિવારમાં દહેશત હતી. હુર્રિયત કોન્ફરન્સના અલગતાવાદી જૂથના નેતા મીરવાઈઝ ઉંમર ફારુકે આજે રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ ઉપર મૌન રહેવાનો આક્ષેપ કર્યો છે. સિવિલ સોસાયટીના સભ્યોએ પણ હચમચાવી મુકનાર આ બનાવની સામે આજે દેખાવો કર્યા હતા. બીજી બાજુ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું છે કે, બિનજવાબદારીપૂર્વકના નિવેદનોને ચલાવી લેવાશે નહીં.

Related posts

साइकल टूरिजम से पर्यावरण बचाएंगे सिद्धारमैया

aapnugujarat

हरिद्वार में गंगा का पानी हर पैमाने पर असुरक्षित

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ : ૧૮નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1