Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહાર-આસામમાં પુરથી ભારે નુકસાન : આસામમાં મૃતાંક વધીને ૫૦, બિહારમાં મૃતાંક ૧૧૯થી વધુ

બિહાર અને આસામમાં પુર તાંડવ બાદ ભારે નુકસાન થયું છે. પુરના કારણે બિહારમાં વધુ કેટલાક લોકોના મોતની સાથે મૃતાંક વધીને હવે ૧૧૯ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી છે. ૧૬ જિલ્લામાં ૯૮ લાખ લોકોને માઠી અસર થઇ છે. પુરના તાંડવ બાદ મોટા ભાગની પરીક્ષા રદ કરવામા ંઆવી છે. સાથે સાથે ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. સહરસામાં પણ હવે પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. હવામાન વિભાગે એવી આગાહી કરીન સરકારની મુશ્કેલી વધારી દીધી છે કે દક્ષિણી બિહારમાં વધુ એક સપ્તાહ સુધી વરસાદ જારી રહેનાર છે. રોગચાળાને રોકવા માટે હવે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. બિહારમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધી ૭૨ હતો જે હવે ઝડપથી વધીને ૧૧૯ ઉપર પહોંચ્યો છે. ૧૬ જિલ્લાઓમાં પુરની અસર થતાં કુલ ૯૮ લાખ લોકોને અસર થઇ હોવાના હેવાલ બુધવાર સુધી હતા. પરંતુ હવે તેમાં સહરસા પણ આવી જતા અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. આંકડો હવે મોતનો ૧૧૯ ઉપર પહોંચી ગયો છે. જ્યારે અસરગ્રસ્તોમની સંખ્યા ૯૮ લાખ પર પહોંચી ગઇ છે. ઉત્તર બિહારમાં હાલત કફોડી છે. અહીં તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. મુખ્યમંત્રી નીતિશકુમારે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મળીને હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આજે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું, સમસ્તીપુર ડિવિઝનમાં ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે. ઇસ્ટ સેન્ટ્રલ રેલવે હેઠળ સમસ્તીપુર ડિવિઝનમાં ઘુટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે લાઇન અને સિગ્નલિંગ વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. કુલ ૩૬૫ ગામો સકંજામાં આવી ગયા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ખાસ સચિવ અનિરુદ્ધ કુમારનું કહેવું છે કે, ૯૮ લાખ લોકોને માઠી અસર થઇ છે. ગોપાલગંજમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. કટીહાર જિલ્લાના ગામોમાંથી સેનાના જવાનોએ મોટી સંખ્યામાં લોકોએ બચાવી લીધા છે. નીતિશકુમાર ખરાબ હવામાનના કારણે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી શક્યા નથી. કંઇ કરવા માટે તૈયાર હતો. જેથી તે દરરોજ ૩ કલાક વધારે અભ્યાસ કરી રહ્યો છે. આસામમાં પુરની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. મોતનો આંકડો વધીને પુરના બીજા દોરમાં ૫૦ થઇ ગયો છે. આની સાથે જ એકંદરે આ વર્ષે પુરનો આંકડો આસામમાં ૧૩૩થી પણ ઉપર પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ જિલ્લાઓમાં ૩૩.૪૫ લાખ લોકો સકંજામાં છે. હાલમાં ૨૫૮૯ ગામો પુરના પાણીમાં છે અને ૧.૬૭ લાખ હેક્ટર પાક ભુમિને નુકસાન થઇ ચુક્યું છે. ૬૦૨ રાહત કેમ્પો અને ૨૧ જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો સ્થાપિત કરાયા છે. ૧૩૮૬૪૮ લોકો ટેન્ટમાં આશ્રય લઇ રહ્યા છે. એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનો દ્વારા ૪૬૦૦ લોકોને બચાવી લેવાયા છે. બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરે રહી છે. આસામમમાં દુરસંરના સંબંધ કપાઇ ગયા છે. દરમિયાન પુરના પાણી અનેક વિસ્તારોને આવરી લઇને મુશ્કેલીમાં મુકી દીધા છે. આસામમાં ૩૨ જિલ્લાઓ પૈકી ૨૪ જિલ્લાઓ અસરગ્રસ્ત છે. ૩૩.૪૫ લાખ લોકોને અસર થઇ છે. છેલ્લા મહિના બાદથી નવેસરના પુરના કારણે ધેમાજી, લખીમપુર અને બારપેટા સહિતના ૨૫ જિલ્લા અસરગ્રસ્ત થયેલા છે. કોકરાઝાર, જોરહાટ, શિવસાગર, ડિબ્રુગઢમાં પણ પુરની સ્થિતિ સર્જાયેલી છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી. એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૫૦ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૩૩ ઉપર પહોંચી ગયો છે. એરફોર્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં છ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જો કે હવે અહીં સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થયો છે. ૧૪ લાખ લોકોને આના કારણે અસર થઇ છે.

Related posts

સુબ્રમણ્યમ સ્વામીએ એનપીએ મુદ્દે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધ્યું

aapnugujarat

गठबंधन भले सफल न रहा हो लेकिन कमियां पता चली : अखिलेश

aapnugujarat

૨૫ શતાબ્દી ટ્રેનોમાં યાત્રી ભાડામાં ઘટાડો થવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1