Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં કોંગીના ૮૯, ભાજપના ૮૪ ટકા ઉમેદવારો કરોડપતિ

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલા ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ૯૧૮ ઉમેદવારો પૈકીના ૯૦૯ ઉમેદવારોના એફિડેવિટમાં તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ છે કે કુલ ૩૧૧ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ૧૭૦ ઉમેદવારોએ કહ્યુ છે કે તેમની સામે અપરાધિક કેસ પણ રહેલા છે. બિહારના પાટલીપુત્રના ઉમેદવાર રમેશ કુમાર શર્માની સંપત્તિ સૌથી વધારે નોંધાઇ છે. તેમની સંપત્તિ ૧૧૦૭ કરોડની નોંધાઇ છે. અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો ૨૭૮ ઉમેદવારો એવા છે જેમની સંપત્તિ કરોડોમાં આંકવામાં આવી છે. આવી જ રીતે સાતમાં અને અંતિમ તબક્કામાં ચૂંટણી મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી સરેરાશ ઉમેદવારોન સંપત્તિ ૪.૬૧ કરોડની નોંધાઇ ગઇ છે. ચૂંટણીમાં આ વખતે કુલ ૧૧ ટકા ઉમેદવારો મહિલા છે. એટલે કે ૯૬ મહિલા ઉમેદવારો પણ પોતાના ભાવિનો ફેસલો ચૂંટણી મારફતે કરવામાં આવનાર છે. અપક્ષ ઉમેદવારોની વાત કરવામાં આવે તો ચૂંટણી મેદામાં જે ૩૧૩ ઉમેદવારો રહેલા છે તે પૈકી ૫૯ કરોડપતિ ઉમેદવારો છે. કરોડપતિ ઉમેદવારોની વાત કરવામાં આવે તો શિરોમણી અકાળી દળના ફિરોજપુરના ઉમેદવાર સુખબીર બાદલની સંપત્તિ ૨૧૭ કરોડની છે. આવી જ રીતે હરસિમરતકૌરની સંપત્તિ પણ ૨૧૭ કરોડ રૂપિયા છે. કૌર ભટિન્ડા બેઠક પરથી શિરોમણી અકાળી દળના ઉમેદવારો છે. આ તબક્કામાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ૪૪ ટકા ઉમેદવાર પાંચમાંથી લઇને ૧૨ સુધીની લાયકાત ધરાવે છે. ૪૮ ટકા ઉમેદવારોની શૈક્ષણિક ઉમેદવારોની લાયકાત સ્નાતક અથવા તો તેના કરતા વધારે છે. ૨૯ ઉમેદવાર માત્ર સાક્ષર તરીકે છે. જ્યારે ૨૪ ઉમેદવારો તો નિરક્ષર પણ છે. ૧૮૬ ઉમેદવારોની સંપત્તિ બે કરોડ રૂપિયા અથવા તો તેના કરતા વધારે આંકવામાં આવી છે. ૧૧ ટકા ઉમેદવારની સંપત્તિ પાંચ કરોડ કરતા વધારે આંકવામાં આવી છે.ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી હતી .તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ.૧૨મીએ મતદાન થયુ હતુ.

Related posts

બજારમાં નવો પાક ન આવતાં ડુંગળીના ભાવ ૫૦ રૂપિયા કિલોને પાર કરશે

aapnugujarat

છઠ્ઠા તબક્કાનાં મતદાન પહેલા પૂર્વાંચલમાં વોટ ટ્રાન્સફરની રાજનીતિ સપા-બસપાનો એક્શન પ્લાન

aapnugujarat

આધાર લિન્ક કરવાની સમય મર્યાદા ચુકાદા સુધી વધારાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1