Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સાતમાં તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં

સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હવે પ્રચારમાં વ્યસ્ત બની ચુક્યા છે. સાતમાં અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં આઠ રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ પર ૧૯મી મેના દિવસે મતદાન થનાર છે. અંતિમ તબક્કામાં રવિવારના દિવસે મતદાન થનાર છે. આ તબક્કામાં કુલ ૯૧૮ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે જેમાં ૯૬ મહિલા ઉમેદવારો પણ રહેલી છે. રાજકીય તમામ પક્ષો છેલ્લા તબક્કાની ચૂંટણીમાં વધુને વધુ સીટ પર જીત મેળવી લેવા માટે દાવ લગાવી રહ્યા છે. જુદા જુદા પક્ષોની વાત કરવામાં આવે તો ૧૬૩ ઉમેદવાર રાષ્ટ્રીય રાજકીય પક્ષોના રહેલા છે. જ્યારે ૬૯ ઉમેદવારો રાજ્ય સ્તરના પક્ષોના છે. આવી જ રીતે આ તબક્કામાં ૩૭૨ ઉમેદવારો નોંધાયેલા બિન માન્યતાપ્રાપ્ત પક્ષોના પણ છે જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૩૧૫ નોંધાઇ છે. છેલ્લા તબક્કાની ચૂંટણીમાં શિરોમણી અકાળી દળના સુખબીરસિંહ બાદલની સંપત્તિ ૨૧૭ કરોડની નોંધાઇ છે. આવી જ રીતે પંજાબના ભટિન્ડા બેઠક પરથી ઉમેદવાર હરસિમરતકૌરની સંપત્તિ પણ ૨૧૭ કરોડની નોંધાઇ છે. આ તબક્કાની ચૂંટણીની વાત કરવામાં આવે તો જે અપક્ષ ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે તેમની સંપત્તિ પૈકી વધારે સંપત્તિ નોંધાઇ છે. ૩૧૩ અપક્ષ ઉમેદવારો પૈકી ૫૯ અપક્ષ ઉમેદવારો કરોડપતિ નોંધાયા છે. આ તબક્કામાં સૌથી અમીર ઉમેદવારોની વાત કરવામાં આવે તો અપક્ષ ઉમેદવાર બિહારના પાટલીપુત્રના રમેશ કુમાર શર્માની સંપત્તિ ૧૧૦૭ કરોડ નોંધાઇ છે. મતદાનને લઇને પ્રચારની પ્રક્રિયા જોરદાર રીતે ચાલી રહી છે. મતદાનના ૪૮ કલાક પહેલા સુધી ચૂંટણી પ્રચાર જારી રહેશે. આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા તમામ તાકાત લગાવી દેવામાં આવી છે. બિહારના પાટલીપુત્ર બેઠક પરથી રમેંશ કુમાર શર્માની સંપત્તિ સૌથી વધારે છે. કરોડોની સંપત્તિ પણ મોટી સંખ્યામાં ઉમેદવારો ધરાવે છે. સાતમા અને અંતિમ તબક્કામાં કુલ જે ઉમેદવારો છે તેમના ભાવિનો ફેંસલો કરવા માટે મતદારો ઉત્સુક બનેલા છે. હજુ સુધી છ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં સરેરાશ ૬૦ ટકાથી વધારે મતદાન નોંધાયુ છે..

Related posts

પોસ્ટરો વોર અંગે કુમાર વિશ્વાસે કહ્યું યજ્ઞ છે તો રાક્ષસો આવશે જ

aapnugujarat

रेप पर राहुल गांधी के बयान भाजपा ने EC से की शिकायत, की सजा की मांग

aapnugujarat

‘હિંદ છોડો’ ચળવળની ૭૫મી વર્ષગાંઠે સરકારી કાર્યાલયો દ્વારા નવા ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1