Aapnu Gujarat
રાષ્ટ્રીય

‘હિંદ છોડો’ ચળવળની ૭૫મી વર્ષગાંઠે સરકારી કાર્યાલયો દ્વારા નવા ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવાયો

‘હિંદ છોડો’ ચળવળની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે દેશભરના સરકારી કાર્યાલયો દ્વારા ‘નવ ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લેવાયો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ‘નવ ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો તથા ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને સલામ કરી હતી.‘હિંદ છોડો’ ચળવળની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે કેન્દ્ર સરકાર દ્વારા ન્યુઇન્ડિયા.ઇન વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં લોગિન કરીને કોઈપણ વ્યક્તિ ‘નવા ભારત’ના નિર્માણ માટે સંકલ્પ લઈ શકે છે. કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા આ વેબસાઈટ પર યુવાઓમાં હિંદ છોડો ચળવળ અંગે જાગૃતિ ફેલાવવા માટે ‘કવીટ ઇન્ડિયા કવીઝ’ શરૂ કરવામાં આવી છે.
નવું ભારત કેવું હોવું જોઈએ તે અંગેના વિચારો ‘ન્યુઇન્ડિયા મંથન’ ટેબ પર ક્લિક કરીને જણાવી શકાય છે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ આ વેબસાઈટ પર ઉપલબ્ધ વિવિધ અભિયાનમાં પોતાને જોડીને તે દિશામાં કામ કરી શકે છે. વળી, પોતે જે વિષયમાં કામ કરવા ઈચ્છતા હોય તે અંગે નવા અભિયાનનું નિર્માણ કરીને અન્ય લોકોને તેની સાથે જોડી શકે છે.૨૦૧૭માં દેશ ‘હિંદ છોડો’ ચળવળની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે અને ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરશે. આ પાંચ વર્ષ દેશ માટે તકોનો સમય છે. આજે સંકલ્પ કરીને ૨૦૨૨માં તેને સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા ‘સંકલ્પ થી સિદ્ધિ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Related posts

नड्डा ने ग्रेटर हैदराबाद निगम चुनाव के नतीजों को भाजपा के लिए बताया ऐतिहासिक

editor

करदाता बेहतर सेवाओं के हकदार : सीतारमण

editor

शेड्यूल्ड ट्राइब्स कोटे के तहत महाराष्ट्र में ११७०० सरकारी कर्मियों पर लटकी तलवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1