Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માંફી માંગી

આંતરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર શામ પિત્રોડાએ ગુરૂવારે ૧૯૮૪ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું. પિત્રોડાને પત્રકારોએ શીખ રમખાણો અંગે સવાલ પૂછ્યો ત્યારે પિત્રોડાએ કહ્યું હતું કે રમખાણો થયા તો થયા. પિત્રોડાના આ નિવેદન બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનો કોંગ્રેસ અને પિત્રોડાની વિચારધારા અને ઉદ્ધતાઈ દર્શાવે છે. પિત્રોડાએ કહ્યું હતું કે ૮૪ના રમખાણોનું આજે શું મહત્વ છે? તમે શું કર્યુ એ જણાવો લોકોએ તમને કામ કરવા મત આપ્યા હતા.શુક્રવારે શામ પિત્રોડા શીમલામાં માંફી માંગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ગફલત સર્જાઈ હતી. તેમને હિંદી ખાસ સમજાતી નથી તેથી આ મિસ અન્ડરસ્ટેન્ડીંગ સર્જાઈ છે. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદનો નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું. આ સાથે જ તેમણે વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે વિશ્વમાં ભારતની ઓળખ મોદીના કારણે નહીં રાજીવ ગાંધીના કારણે છે.જોકે, આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે શામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે વ્યક્તિગત હતું અને નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે ૧૯૮૪ હોય કે ૨૦૦૨ રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસે સ્પષ્ટતા કરતા કહ્યુ કે કોઈ પણ ધર્મના જાતીના, રંગના લોકો સાથે થયેલી હિંસાંનું અમે ખંડન કરીએ છીએ આ ભારતની એખલાસતાની વિરુદ્ધ છે.રાહુલ ગાંધીના સલાહકાર પિત્રોડાએ કરેલા નિવેદન અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયામાં તેમના નિવેદનને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ પિત્રોડાના નિવેદન અંગે કહ્યું હતું આ પ્રકારના નિવેદન કોંગ્રેસ પાર્ટીની ઉદ્ધતાઈ દર્શાવે છે, જેના કારણે જ વર્ષ ૨૦૧૪માં કોંગ્રેસ ૪૪ સીટમાં સમેટાઈને રહી ગઈ હતી. દેશના નાગરિકોએ નિશ્ચિત કરશે કે આ વખતે કોંગ્રેસ ૪૪થી પણ નીચે આવી.સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને નાણા મંત્રી અરૂણ જેટલી અને માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર સુધીના નેતાઓએ શામ પિત્રોડાના નિવેદન પર ટિપ્પણીઓ કરી અને તેને વખોડી કાઢ્યું હતું.

Related posts

कर्नाटक कांग्रेस प्रमुख डीके शिवकुमार और उनके भाई के ठिकानों पर CBI की छापेमारी

editor

Chidambaram’s CBI custody extended till Sept 5

aapnugujarat

મહારાષ્ટ્રમાં ફડણવીસ-શિંદેનું કદ વધ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1