Aapnu Gujarat
રમતગમત

ઓસ્ટ્રેલિયાને ઝટકો, સ્ટીવન સ્મિથ ઈજાગ્રસ્ત

જેમ-જેમ વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, તેમ કેટલાએ મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હવે સમાચાર છે કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવન સ્મિથને ઈજા પહોંચી છે. ન્યૂઝિલેન્ડ ઈલેવન વિરુદ્ધ મેચમાં સ્ટીવન સ્મિથના કોણીમાં ઈજા પહોંચી છે. પહેલાથી જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જાય રિચર્ડસન ઈજાગ્રસ્ત થતા વર્લ્ડ કપથી બહાર થઈ ગયા છે, હવે સ્મિથની ઈજા ઓસ્ટ્રેલિયા માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, હજુ એ નથી બતાવવામાં આવ્યું કે સ્મિથની ઈજા કેટલી ગંભીર છે.તમને જણાવી દઈએ કે, સ્ટીવન સ્મિથને આઈપીએલ મેચ દરમ્યાન પણ કોણીમાં ઈજા પહોંચી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલામાં સ્મિથે વોર્નરનો કેચ ડાઈવ લગાવીને પકડ્યો હતો, ત્યારબાદ તેની કોણીમાં ઘણુ દર્દ થયું હતું. સ્ટીવન સ્મિથ આઈપીએલમાંથી પહેલાથી જ કોણીની ઈજાથી પરેશાન હતા.તે સમયે તેમણે ઈજાને વધારે ગંભીર ન લીધી. સ્મિથે કહ્યું હતું કે, હું ઘણો જોરથી નીચે પટકાયો. ગત વખત કરતા પણ વધારે. સર્જરીના કારણે ક્યારેક દર્દ થાય છે, અને પડવાના કારણે હલકી અસર પડે છે. પરંતુ ડરવાની વાત નથી બધુ બરાબર છે. આ પહેલા સ્મિથે જાન્યુઆરીમાં હાથની કોણીના એક લિગામેન્ટની સર્જરી કરાવી હતી. તે સમયે તે ૧૨ મહિનાના પ્રતિબંધથી ઘરે બેઠો હતો.ભલેને સ્ટીવન સ્મિથ ન્યૂઝિલેન્ડ ઈલેવન વિરુદ્ધ ઈજાગ્રસ્ત થઈ ગયો પરંતુ તેણે પોતાની ટીમને શાનદાર જીત અપાવી. ૨૮૭ રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્મિથે ૧૦૮ બોલ પર અમનમ ૯૧ રનની પારી રમી જ્યારે મેક્સવેલે માત્ર ૪૮ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ વરસાદ થયો અને ઓસ્ટ્રેલિયાને ડકવર્થ લુઈસ નિયમના આધારે ૫ વિકેટે જીત મળી હતી.

Related posts

ભારતને ૧૮૦ રને હરાવી પાકિસ્તાન ચેમ્પિયન

aapnugujarat

DC के सहमालिक बन सकते हैं गंभीर

aapnugujarat

विश्व कप: हम अपनी गेंदबाजी प्रदर्शन से संतुष्ट हैं- लुंगी एनगिडी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1