Aapnu Gujarat
બ્લોગ

વિશ્વમાં દારૂ પીનારા લોકોની સંખ્યામાં વધારો : રિપોર્ટ

સમગ્ર વિશ્વમાં દારૂ પીવામાં જબરદસ્ત વધારો થયો છે તેમાં ભારત અને ચીનનો મહત્વનો ફાળો છે.એક સંશોધન પ્રમાણે, ૧૯૯૦નાં વર્ષની સરખામણીમાં ૨૦૧૭માં દરેક પુખ્ત વ્યક્તિ જે દારૂ પીતો હતો તેના પ્રમાણમાં ૧૦ ટકા વધારો જોવા મળ્યો હતો. આનું મુખ્ય કારણ એ જણાય છે કે, ભારત અને ચીનમાં દારૂ પીવાનું પ્રમાણ વધ્યું છે.આ સંશોધન દ્વારા એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આવનારા એક દાયકામાં પ્રતિ વ્યક્તિ દિઠ દારૂ પીવાની માત્રામાં ૧૭ ટકાનો વધારો થશે.૨૦૩૦ સુધીમાં વિશ્વની અડધો અડધ પુખ્ત વ્યક્તિ દારૂ પીતી થઇ જશે અને બીજો અડધો વર્ગ મહિનામાં એક વખત દારૂ પીતો હશે. આ પ્રોજેક્શન ૧૮૯ દેશોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.વિશ્વનાં દારૂ પિવાનાં પ્રમાણે વિશે સંશોધન કરાનારાએ નોંધ્યુ કે, દારૂની આડઅસરને કારણે થતી વિપરીત અસરને રોકવા માટે લોકો દારૂ ન પીવે તે માટે પ્રયાસ હાથ ધરવા પડશે અને આ માટે એક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે પણ તે ટાર્ગેટ પુરો થાય તેમ લાગતું નથી. આ માટે દારૂ પર વધારે ટેક્સ નાંખવાની પણ ભલામણ છે અને દારૂની જાહેરખબરો પર પ્રતિબંધની માગ પણ કરવામાં આવી રહી છે.વિશ્વ આરોગ્ય સંસ્થાનો ધ્યેય છે કે, ૨૦૨૫ સુધીમાં હાનિકર્તા દારૂનાં સેવનમાં ૧૦ ટકાનો ઘટાડો કરવો.વિશ્વ આરોગ્ય સંસ્થાનાં એક અહેવાલ પ્રમાણે, દારૂનાં સેવનને કારણે ૨૦૦ જેટલા રોગો થાય છે. વર્ષે ૩૦ લાખ લોકો મૃત્યુ પામે છે. વિશ્વભરમાં ૨૩૭ મિલિયન પુરુષો અને ૪૬ મિલિયન મહિલાઓ દારૂ સંબધિત રોગોથા પિડાય છે.૧૯૯૦ પહેલા, પૈસાવાળા દેશોમાં દારૂ પિવાનું પ્રમાણ હતું પણ હવે ગરીબ દેશોમાં પણ દારૂ પિવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ભારત અને ચીનમાં આ પ્રમાણ વધ્યું છે.૨૦૧૭માં ભારતમાં ૪૦ ટકા પુરુષો અને ૨૨ ટકા મહિલાઓએ દારૂ પીધો હતો. આ તમામ લોકોએ સરેરાશ ૬ લિટર શુદ્ધ દારૂ પીધો હતો. સંશોધકોનો અંદાજ છે કે, ૨૦૩૦માં ભારતમાં દારૂનું પ્રમાણ બમણું થઇ જશે.

Related posts

ચિકનગુનિયાની સારવારમાં ઘરેલુ ઉપચાર

editor

તામિલનાડુ બે ભાઇઓ માટે રણભૂમિ બની રહેશે

aapnugujarat

પોતાની છબી બદલવા પ્રતિબદ્ધ સંઘ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1