Aapnu Gujarat
બિઝનેસ

ગૂગલ ક્યારેય આપની માહિતી કોઈ થર્ડ પાર્ટીને નહીં વેચે – સુંદર પિચાઈ

ગૂગલે કેલિફોર્નિયામાં પોતાની વાર્ષિક ડેવલપશર કોન્ફરન્સમાં એ બતાવી દીધું કે તેઓ પોતાની સર્વિસિઝ અને તેની એપ્સનો ઉપયોગ કરનારાઓની ડિજિટલ પ્રાઇવસીને લઈને ખરેખર નિસબત ધરાવે છે. ગૂગલે ડિજિટલ જગતમાં લોકોની પ્રાઇવસીને પહેલાથી વધુ મજબૂત કરવા માટે કેટલાક પગલાં લીધા છે, જેનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો.
પ્રાઇવસીની ગ્લોબલ ચર્ચાઓની વચ્ચે ગૂગલે કહ્યું કે, અમારું માનવું છે કે પ્રાઇવસી અને સિક્યુરિટી તમામ માટે મહત્વપૂર્ણ છે. હાલમાં જ ન્યૂયોર્ક ટાઇમ્સમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઈના લેખનું શીર્ષક પણ એવું કહે છે કે- ’પ્રાઇવસી શૂડ નોટ બી એ લક્ઝરી ગુડ’સુંદર પિચાઈએ લખ્યું કે, પ્રાઇવસી વ્યક્તિગત હોય છે. તેના કારણે એ વધુ જરૂરી થઈ જાય છે કે કંપનીઓ લોકોને તેમના ડેટાના ઉપયોગને લઈને ચોઇસ સ્પષ્ટ અને વ્યક્તિગત આધાર પર પૂરું પાડે. અમારા માટે પ્રાઇવસી લક્ઝરી વસ્તુ જે માત્ર કેટલાક લોકોને ઓફર કરી શકાય જે તેના પ્રીમિયમ પ્રોડક્ટ અને સેવાઓ ખરીદી કરવામાં સક્ષમ હોય. પ્રાઇવસી દુનિયાના દરેક વ્યક્તિને બરાબરીના આધારે મળવી જોઈએ.
પિચાઈએ પોતાના લેખમાં જણાવ્યું છે કે અમે આપના ડેટાનો ઉપયોગ પ્રોડક્ટ્‌સને તમામ માટે વધુ સારી બનાવવા માટે કરીએ છીએ. પરંતુ અમે સાથોસાથ એ વાત ઉપર પણ ધ્યાન આપીએ છીએ કે આપ સૌની સૂચનાઓ સુરક્ષિત રહે. પરંતુ અમે આપની સૂચનાઓને પ્રોટેક્ટ પણ કરીએ છીએ.પિચાઈએ પોતાના લેખમાં એમ પણ કહ્યું કે, ગૂગલ કોઈ પણ થર્ડ પાર્ટીને આપની અંગત માહિતી ક્યારેય નહીં વેચે. અને એ તમે જ નિર્ણય લેશો કે આપની માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે. તેઓએ પોતાના લેખમાં તેની પાછળના અલગોરિધમનો ઉલ્લેખ પણ કર્યો. સાથોસાથ તેઓએ ડેટાને સુરક્ષિત રાખવા માટે એન્ડ્રોઇડ ફોન માટે થોડા દિવસો પહેલા લાવવામાં આવેલા ફીચરનો ઉલ્લેખ કર્યો જેનાથી ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Related posts

મધ્યપ્રદેશમાં છેડતીનો વિરોધ કરવા પર દલિત વિદ્યાર્થિનીને જીવતી સળગાવી

aapnugujarat

રોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે

aapnugujarat

શેરબજારમાં તેજી રહેવાના એંધાણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1