Aapnu Gujarat
ગુજરાત

મુખ્યમંત્રીના નેતૃત્વમાં મહાનગરોમાં પીવાના પાણીની સ્થિતિની કરાયેલી સમીક્ષા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના આઠેય મહાનગરોમાં તથા શહેરી વિકાસ સત્તામંડળોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી પુરવઠાની સ્થિતીની સમીક્ષા અને આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરોના મેયરઓ, સ્ટેન્ડીંગ કમિટિ અધ્યક્ષો, કમિશનરઓ સાથેની આ બેઠકમાં મહાનગરો તેમજ શહેરી વિકાસ સત્તામંડળોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. તદ્દઅનુસાર મહાનગરોમાં અને સ્થાનિક વિકાસ સત્તામંડળ વિસ્તારોમાં સ્થાનિક સોર્સ તેમજ નર્મદામાંથી આપવામાં આવતા પાણી પુરવઠાની હાલની પરિસ્થિતીની સમીક્ષા-ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ૩૧ જુલાઇ-ર૦૧૯ સુધી રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે હેતુસર મહાનગરોના સત્તાતંત્રોએ હાથ ધરેલા આયોજનનો જાયજો પણ મેળવ્યો હતો અને સ્થિતીથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રીએ મહાનગરોમાં આગામી ૧-ર વર્ષમાં વપરાશ માટેના પાણી પુરવઠામાં ૭પ ટકા ટ્રીટેડ વોટર-રીસાયકલ્ડ વોટર યુઝ કરવા માટેની વ્યવસ્થા કાર્યરત થાય તે અંગે પણ તાકીદ કરી હતી. આ રિસાયકલ્ડ વોટરનો ઉપયોગ ઊદ્યોગ ગૃહોના ઔધોગિક વપરાશ, મહાનગરોમાં બાગ-બગીચા-વૃક્ષારોપણ તેમજ મહાનગરોના તળાવો ભરવા માટે કરીને હાલ ગ્રાઉન્ડ વોટર કે નર્મદાના પાણી પરની ડીપેન્ડન્સી ઘટાડવા અંગે પણ બેઠકમાં ગહન વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરોની નદીઓ પૂનઃજીવીત કરવા અને ખેડૂત મંડળીઓ મારફત આવું ટ્રીટેડ વોટર ખેતીવાડી માટે વપરાશમાં લેવાની બાબતે પણ માર્ગદર્શન બેઠકમાં આપવામાં આવ્યું હતું.

Related posts

एसजी हाईवे पर ट्रकचालक की लापरवाही से महिला की घटनास्थल पर ही मौत

aapnugujarat

નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ડેમના દરવાજા, રિવરબેડ કેનાલ પાવર હાઉસની કામગીરી નિહાળી અત્યંત પ્રભાવિત થયેલા કેન્દ્રિય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષશ્રી નંદકુમાર સાઇ

aapnugujarat

અમદાવાદમાં સ્વાઈનફ્લુનાં લીધે બે દર્દીનાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1