Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સ્વાઈનફ્લુનાં લીધે બે દર્દીનાં મોત

સ્વાઈન ફ્લુના કારણે અમદાવાદમાં બે લોકોના મોત થયા હતા અને નવા ૧૩ કેસ નોંધાયા હતા. આની સાથે જ સ્વાઈન ફ્લુના કારણે મૃત્યુ થવાનો સિલસિલો જારી રહ્યો છે. ગુજરાતના અન્ય ભાગોમાંથી મોડી રાત સુધી સ્વાઈન ફ્લુના કારણે મોત અંગે કોઇ માહિતી મળી શકી ન હતી. તંત્ર દ્વારા સ્વાઈન ફ્લુના આંકડા અને કેસોને લઇને માહિતી આપવામાં ઉદાસીનતા રાખવામાં આવી રહી છે જેથી પુરતા પ્રમાણમાં માહિતી મળી રહી નથી. છેલ્લા ૨૪ કલાકમાં બેના મોત થયા છે. ૨૦૦૯ બાદથી મોતનો આંકડો ૧૭૫૦ સુધી પહોંચ્યો છે. સ્વાઈન ફ્લુને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં મોતનો આંકડો અવિરતરીતે વધી રહ્યો છે. હજુ પણ ઘણા લોકો સ્વાઈન ફ્લુની સારવાર લઇ રહ્યા છે જ્યારે કેટલાક લોકો ઓક્સિજન પર અને કેટલાક લોકો બાયપેપ ઉપર છે. હજુ પણ અનેક દર્દી વેન્ટીલેટર પરહોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સરકાર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થયો છે. સ્વાઈન ફ્લુથી મોતના મામલામાં ગુજરાત સૌથી અગ્રણી રાજ્ય પૈકી થઇ ગયું છે. કિલર સ્વાઈન ફ્લુને કાબૂમા લેવામાં સફળતા મળી રહી છે તેવા ગુજરાત સરકારના દાવાઓ છતાં સ્વાઇન ફ્લુના કારણે દરરોજ મોતનો સિલસિલો જારી રહ્યો છે. એકલા અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લુના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન ફ્લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે. નવા નવા કેસ દર્શાવે છે કે ગુજરાતમાં હાલત કફોડી બનેલી છે. ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુ અથવા તો એચ૧એન૧ના કારણે ગઇકાલે વધુ ૩ લોકોના મોત થયા હતા. આની સાથે જ સ્વાઇન ફ્લુના કારણે આ વર્ષે મોતનો આંકડો વધીને ૪૧૫ સુધી પહોંચી ગયો હતો જ્યારે જાન્યુઆરીથી લઇને સપ્ટેમ્બર સુધી સ્વાઈન ફ્લુના કુલ કેસોની સંખ્યા ૭૦૦૫ નોંધાઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહની સરખામણીમાં હવે સાપ્તાહિક આધાર પર કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.

Related posts

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા

aapnugujarat

કાંકરિયા કાર્નિવાલની ભવ્ય કાર્યક્રમ વચ્ચે પૂર્ણાહૂતિ થઇ

aapnugujarat

अहमदाबाद : ११ दिन में उल्टी-दस्त के १६९ केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1