Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા કાર્નિવાલની ભવ્ય કાર્યક્રમ વચ્ચે પૂર્ણાહૂતિ થઇ

અમદાવાદ શહેરમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણાહુતિ થઈ હતી. સાત દિવસના ગાળા દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બનતા તંત્રને મોટી રાહત થઈ છે. છેલ્લા સાત દિવસથી પુરતી સુરક્ષા વ્યવસ્થા કાર્નિવલને લઈને રાખવામાં આવી હતી. કાંકરિયા કાર્નિવલમાં આજે છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી, હિન્દી પ્લે બેક સિંગિંગ તથા પરફોર્મન્સના કાર્યક્રમો યોજાયા હતા. પ્રોફેશનલ ગ્રુપ દ્વારા નૃત્યના કાર્યક્રમ યોજાયા હતા. આ ઉપરાંત મ્યુનિસિપલ શાળાના બાળકો દ્વારા પરફોર્મન્સ અપાયું હતું. કાંકરિયા કાર્નિવલનો છેલ્લો દિવસ હોવાથી રહી ગયેલા મુલાકાતીઓએ પણ આજે તેની મુલાકાત લઇ લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૫મી તારીખે અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલનો રંગારંગ કાર્યક્રમ વચ્ચે દબદબાભેર પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યા બાદ વિવિધ કાર્યક્રમોની એક પછી એક શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે જ અનેક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે રંગબેરંગી ફુગ્ગા પણ ઊડાડવામાં આવ્યા હતા. મ્યુનિ સ્કુલના બાળકો દ્વારા તળાવની ફરતે રંગોળી પણ બનાવવામાં આવી હતી. ત્યારબાદથી સતત દરરોજ સાત દિવસ સુધી રંગારંગ કાર્યક્રમ, ભક્તિ સંગીતના કાર્યક્રમો અને હાસ્ય સંબધિત કાર્યક્રમો ચાલી રહ્યા હતા. કાંકરિયા કાર્નિવલ દરમિયાન તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મુલાકાતીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને પણ મોબાઈલ મેડિકલ વાનની સુવિધા ગોઠવવામાં આવી હતી. આ મેડિકલ વાન ઉત્કૃષ્ટ સેવા અદા કરે તે માટે સાવધાની રાખવામાં આવી હતી. કોઈ મુલાકાતીને નાની-મોટી ઈજા થાય તો પણ તેમની મફત સારવાર માટે સાત મોબાઈલ મેડિકલ વાનની વ્યવસ્થા કરાઈ હતી. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં હેરિટેજને લઇને જુદા જુદા આકર્ષણ જોવા મળ્યા હતા. બીજી બાજુ નોટબંધી અને જીએસટીની અસર ન દેખાય તે માટે પણ પહેલ કરવામાં આવી હતી.
ઇ-વોલેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ પગલા લેવામાં આવ્યા હતા. આ વખતે આતશબાજીના કાર્યક્રમ પ્રદૂષણને ધ્યાનમાં લઇને રાખવામાં આવ્યા ન હતા. આના બદલે રોશની સાથે કાંકરિયા કાર્નિવલની પૂર્ણાહૂતિ થઇ હતી. છેલ્લા દિવસે પણ અનેક સેલિબ્રિટીઓ પહોંચી હતી. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત અન્ય કલાકારો પણ પહોંચ્યા હતા. બીજી બાજુ કાંકરિયા કાર્નિવલમાં નવા આકર્ષણ તરીકે ઘણી ચીજો ઉમેરવામાં આવી હતી જેમાં નોક્ટરનલ ઝુએ આકર્ષણ જમાવ્યું હતું.

Related posts

Shankersinh Vaghela appointed as Gujarat President of Nationalist Congress Party (NCP)

aapnugujarat

ન્યુઝપ્રિન્ટ પર જીએસટી : સરકારની ૭૫૫ કરોડની આવક માટે ૧.૫ લાખ પરિવારોનું ૧૮૦૦ કરોડનું નુકશાન..?

aapnugujarat

રાજપીપળા પાલિકાના રોજિંદા સફાઈ કામદારોની હડતાળ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1