Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીજેઆઈ યૌન શોષણ : સુપ્રીમે કહ્યુ- તપાસ સમિતિને નથી મળ્યા કોઈ જજ

સુપ્રીમ કોર્ટે સીજેઆઈ રંજન ગોગોઈ યોન ઉત્પીડન મામલામાં સ્પષ્ટ કરી દીધું છે કે કોઈ પણ સુપ્રીમ કોર્ટના જજ ન તો તપાસ પેનલને મળવા આવ્યું છે અને ન તો કોઈએ આ વિશે કોઈ પણ માધ્યમથી કોઈ ’ચિંતા’ જાહેર કરી છે. આ પહેલા મીડિયા રિપોટ્‌ર્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે યૌન ઉત્પીડન મામલામાં રચાયેલી તપાસ સમિતિના અધ્યક્ષ જસ્ટિસ એસ એ બોબડેથી મળી જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ એ આર એસ નરીમને ગંભીર ’ચિંતા’ વ્યક્ત કરી છે.એક અંગ્રેજી અખબારે રવિવાર સવારે દાવો કર્યો હતો કે તપાસમાં આરોપ લગાવનારી મહિલાને સામેલ ન થવાથી સુપ્રીમ કોર્ટની છબિને નુકસાન થઈ રહ્યું છે. મહિલાની તપાસથી દૂર રહેવાના કારણે તપાસ પેનલની ભેદભાવરહિત, નિષ્પક્ષ થવા પર સવાલ ઊભા થઈ રહ્યા છે સાથોસાથ તપાસ પેનલમાં રહેલા જજો પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.મીડિયામાં આવેલા આ રિપોટ્‌ર્સ મુજબ સુપ્રીમ કોર્ટ તરફથી રવિવાર બપોરે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે નેમાં આ તમામ મીડિયા રિપોટ્‌ર્સને ફગાવી દીધા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જજે જસ્ટિસ બોબડે સાથે મુલાકાત નથી કરી. સુપ્રીમ કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ પ્રકારની ઇન-હાઉસ પેનલ, કોઈ પણ અન્ય ન્યાયાધીશથી કોઈ પણ પ્રકારની જાણકારી લીધા વગર પોતાની મેળે વિચાર-વિર્મશ કરે છે.સુપ્રીમ કોર્ટમાં કામ કરનારી એક મહિલાએ એવા પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ સંબંધમાં ૨૬ સિનિયર જસ્ટિસોને પત્ર પણ લખ્યો હતો. આ પ્રકારના અહેવાલને ચીફ જસ્ટિસે પાયાથી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આજ સુધીના કાયદાકિય કારકિર્દીમાં તેમના માટે આ ખૂબ જ દુઃખની પળ છે. પોતાની પીડાને વ્યક્ત કરતાં તેઓએ કાવતરા તરફ ઈશારો કર્યો. ગત બુધવારે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ બોબડેની આગેવાનીમાં ઈન-હાઉસ પૂછપરછ પેનલની સામે રજૂ થઈ હતી. આ દરમિયાન તેઓએ પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડનના આરોપ મૂકનારી સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયાધોનીની ઇન-હાઉસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો છે. મહિલાનું માનવું છે કે ત્યાંથી તેમને ન્યાય મળવાની કોઈ સંભાવના નથી.મહિલાએ કહ્યું કે, અત્યાર સુધી થયેલી ત્રણ સુનાવણીમાં તેને ડર લાગ્યો કારણ કે ત્યાં તેને એકલા ઉપસ્થિત થવાનું હતું. મહિલાનું કહેવું છે કે તેના વકીલને પણ કાર્યવાહીનો હિસ્સો નથી થવા દેવામાં આવતા. ફરિયાદીની વાપસી બાદ, કોર્ટની સમિતિએ પોતાની તપાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં અહેવાલ મળશે.

Related posts

जब मुंछ नहीं थी, तब क्या भ्रष्टाचार करेंगेः तेजस्वी यादव

aapnugujarat

ભારત માતાની જય બોલવી જરૂરી છે : વસીમ રિઝવી

aapnugujarat

રોબર્ટ વાડ્રાની મની લોન્ડ્રિંગના કેસમાં ૮ માર્ચે પૂછપરછ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1