Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

એટીએમની ફરિયાદો ૫૦ % વધી

એટીએમમાં નાણા ઉપાડવા જતા ગ્રાહકોને પૈસા ખાતામાંથી કપાયા છતા નહિં મળતા હોવાની ફરીયાદો વધી રહી છે. ગયા વર્ષે ઓમ્બડ્‌સમેન ઓફિસોને મળેલી ફરીયાદોમાંથી કુલ ૧૬,૦૦૦ એટલે કે ૧૦ ટકા ફરીયાદો એટીએમમાંથી પૈસા નહિં નીકળ્યા છતા ખાતામાંથી કપાયાની છે. આરબીઆઈએ જારી કરેલ માહિતી પરથી આ જાણકારી મળી છે. આરબીઆઈની માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, ડેબિટ કાર્ડ અને એટીએમ સંબંધિત ફરિયાદોમાં ૫૦ ટકા વધારો થયો છે. ૨૦૦૮ની ઓમ્બડ્‌સમેન સ્કીમ હેઠળ, બેન્કોએ એટીએમ રાખ્યું હોય તે કેબિનમાં હેલ્પલાઇન નંબરની માહિતી આપવી ફરજિયાત છે. જો કોઈ ગ્રાહકને ફરિયાદ હોય તો તે આ નંબર દ્વારા અથવા ઇ-મેઇલ દ્વારા તાત્કાલિક ફરિયાદ દાખલ કરી શકે છે.એક ખાનગી બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે, રિકોન્સિલિએશન પ્રોસેસ વખતે બેન્કોને આ કેસ મળે છે. આરબીઆઈના નિયમ પ્રમાણે, બેન્કોએ કોઈ પણ સંજોગોમાં ગ્રાહકની ફરિયાદનું સાત દિવસમાં નિવારણ લાવવું જરૂરી છે. જો બેન્ક ડેડલાઇનની અંદર ફરિયાદનો ઉકેલ ન લાવે તો ગ્રાહક ૩૦ દિવસની અંદર જે-તે બેન્કની ઓમ્બડ્‌સમેન ઓફિસમાં આરબીઆઈના નિયમાનુસાર ફરિયાદ દાખલ કરી શકે છે. એટીએમ બનાવતી કંપનીઓ જણાવે છે કે, એટીએમની સંખ્યા વધવાને કારણે ફરિયાદમાં વધારો થતો હોય તો તેનું પ્રાથમિક કારણ નેટવર્ક અને પાવર-રિલેટેડ નિષ્ફળતા છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોનાં એટીએમમાં આવી સમસ્યા વધારે રહે છે. મોટા ભાગના કેસમાં નેટવર્કને કારણે સમસ્યા સર્જાતી હોય છે કારણ કે, તમારા ટ્રાન્ઝેક્શનનો સમય પૂરો થઈ જાય છે પરંતુ એટીએમની સ્વિચ તો ચાલુ રહે છે અને તમારા ફોનમાં પૈસા કપાઈ ગયા હોવાનો મેસેજ આવે છે. બીજા દિવસે રિકન્સિલિએશન પ્રોસેસ દરમિયાન બેન્કના ધ્યાનમાં આ ખામી આવે છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદ અને ગ્રાહકોમાં જાગરૂકતા વધારવાના હેતુસર તાજેતરમાં ગામડાંમાં એટીએમની સંખ્યા વધવાને કારણે ફરિયાદોમાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.

Related posts

ઇવીએમ વિવાદ : દેશને બદનામ કરવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે : ભાજપ

aapnugujarat

ભારતીય સેનાનું મ્યાનમાર સાથે મળી સંયુક્ત ઓપરેશન

aapnugujarat

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1