Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇવીએમ વિવાદ : દેશને બદનામ કરવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે : ભાજપ

ઇવીએમ હેકિંગના દાવાને લઇને વિવાદ વચ્ચે ભાજપે આજે પ્રહાર કરતા કહ્યું હતું કે, દેશને બદનામ કરવા માટેના પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. લંડનમાં આયોજિત હેકથોન કોંગ્રેસ સમર્પિત લોકોનું આયોજન હતું. પૂર્વ કેન્દ્રિય મંત્રી કપિલ સિબ્બલ આનુ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. રાહુલ દ્વારા આ પ્રકારના કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. ભાજપે આને કેમ્બ્રિજ એનાલિટિકા-૨ ગણાવીને ટીકા કરી હતી. દેશને બદનામ કરવાનું કાવતરુ હોવાની પણ વાત કરી હતી. રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજીને આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન કરનાર લોકો અને મુખ્ય આયોજક આશિષ રે એક સમર્પિત કોંગ્રેસી નેતા છે. સંપૂર્ણ આયોજન કોંગ્રેસ દ્વારા પ્રાયોજિત હતું. કોંગ્રેસના નજીકના લોકો અને તેમના પ્રચારકોએ આનું આયોજન કર્યું હતું. રાહુલ દ્વારા આ પ્રકારના કાવા દાવા કરવામાં આવી રહ્યા છે. પ્રસાદે એક સ્થાનિક દાખલાને ટાંકતા કહ્યું હતું કે, કપિલ સિબ્બલની હાજરી તમામ બાબતોને સ્પષ્ટ કરે છે. કપિલ સિબ્બલ કયા ઇરાદા સાથે ત્યાં પહોંચ્યા હતા. રામજન્મભૂમિ મામલે કપિલ સિબ્બલ કયા કયા કાવાદાવા કરતા રહે છે તે તમામ લોકો જાણે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સામે મહાભિયોગ લાવવાના પ્રયાસ બાદ અલગ થયા હતા. ભાજપે કહ્યું હતું કે, ત્રીજા મોટા હેકર તરીકે છે તેવી વાત થઇ રહી છે.

Related posts

जनादेश का खतरनाक दुरुपयोग कर रही बीजेपी : सोनिया गांधी

aapnugujarat

એફઆઈઆઈ પ્રવાહ વચ્ચે શેરબજારમાં તેજી રહેવાના સંકેત

aapnugujarat

ટીએમસી અને કોંગ્રેસમાં તિરાડ પાડવા ભાજપ સજ્જ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1