Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લાના તળાવોમાં માછલીઓને બચાવવા સરકારી તંત્ર દ્વારા કવાયત

અમદાવાદ જિલ્લામાં મોટાભાગના તળાવો હાલ ખાલીખમ પડયા છે. કેટલાક તળાવોમાં પાણી ઓછું હોવાથી ગરમીમાં પાણી તપતા માછલીઓ મરી જવાના કિસ્સાઓ સામે આવ્યા છે. સ્થાનિક સત્તાતંત્ર દ્વારા વિવિધ તળાવોમાં માછલીઓને મરતી બચાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં દસક્રોઇ તાલુકાના ગામોમાં તળાવોમાં ફૂંવારા મૂકવા, તળાવમાં બોટ ચલાવીને ઓક્સિજનનું પ્રમાણ વધારવાની કવાયત હાથ ધરાઇ છે.તળાવમાં પાણી ઓછું હોય, ઉંડાઇ વધુ ન હોય તેવી સ્થિતિમાં હાલની ૪૨ ડિગ્રી સુધીની ગરમીમાં તળાવનું બંધીયાર પાણી ગરમ થઇ જતું હોય છે. લીલ અને કાદવ કિચડ વધુ હોવાથી ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટી જતું હોવાથી ટપોટપ માછલીઓ મરી જતી હોય છે.દસક્રોઇના ગામોમાં ગત ઉનાળામાં મોટાપ્રમાણમાં તળાવોમાં માછલીઓ મરી ગઇ હતી. ચાલુ વર્ષે આવી સ્થિતિ ટાળવા માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં માછલીઓને ઓક્સિજન મળી રહે તે માટે તળાવમાં ફૂંવારા મૂકીને તળાવનું પાણી ઠંડું કરવું, લીલ, કાદવ-કિચડ સહિતનો પ્લાસ્ટીકનો કચરો કાઢવો, માછલીઓને પુરતો આહાર મળી રહે તેની વ્યવસ્થા કરવી વગેરે કામગીરી હાથ ધરી દેવાઇ છે. ત્યારે તળાવમાં મોટર બોટ ફેરવીને તળાવના બંધીયાર પાણીમાં મોટી માત્રામાં ઓક્સિજન પહોંચે તેની પણ વ્યવસ્થા કરાઇ છે.

Related posts

राहुल ने किया जबर्दस्त जीत का दावा : मंदिर जाना गलत है

aapnugujarat

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગને લઇ નવા પ્રશ્નો

aapnugujarat

અમદાવાદમાં પતિએ પત્નીની કરી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1