Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મસુદ અઝહર પર પ્રતિબંધ બાદ ભાજપ વધારે મજબુત

જેશે મોહમ્મદના લીડર અને ભારત પર અનેક હુમલા માટે જવાબદાર કુખ્યાત ત્રાસવાદી મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી માટે આ તક વધારે ફાયદો કરાવશે. મસુદ પર પ્રતિબંધ એવા સમય પર લાગુ કરવામાં આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ચાર તબક્કામાં ચૂંટણી યોજાઇ ચુકી છે પરંતુ હજુ અન્ય ત્રણ તબક્કાની ચૂંટણી બાકી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે આ તબક્કાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ બની શકે છે. ભારતની આને મોટી રાજદ્ધારી જીત તરીકે ગણવામાં આવે છે. આ રાજદ્ધારી જીત અને મોદીના મજબુત નેતૃત્વને પ્રમુખ મુદ્દા તરીકે રજૂ કરીને ભારતીય જનતા પાર્ટી વધુ આક્રમક પ્રચાર કરવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટી માટે આ બેનનો સમય ખુબ આદર્શ તરીકે રહ્યો છે. આનાથી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાનમાં નવી ધારા આવી શકે છે. મસુદ અઝહર પર ચીના વલણને લઇને ભારતીય જનતા પાર્ટીની નજર હતી. ભારતીય જનતા પાર્ટીએ આ સફળતાને પણ પોતાની મોટી સફળતા તરીકે ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આને ભારતની મોટી જીત તરીકે રજૂ કરીૂ રહ્યા છે. મોદી કહી ચુક્યા છે ે આ તો માત્ર શરૂઆત છે. જ્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયની ક્રેડિટ તો મોદીને મળે છે. નાણાં મંત્રી જેટલી કહી ચુક્યા છે કે ભારતનુ વલણ બિલકુલ યોગ્ય સાબિત થઇ રહ્યુ છે. સંયુક્ત રાષ્ટ્રે ગઇકાલે બુઘવારના દિવસે ચીન અને પાકિસ્તાનની તમામ દલીલોને ફગાવી દઇને પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો હતો. આતંકવાદી મસૂદના મુદ્દે ચીન દ્વારા વારંવાર અડચણો ઉભી કરવામાં આવી રહી હતી પરંતુ ચીન ઉપર દિનપ્રતિદિન દબાણ વધ રહ્યું હતું. મસુદના ત્રાસવાદી સંગઠને પુલવામામાં આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા.મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના છેલ્લા ૧૦ વર્ષમાં કરવામાં આવેલા પ્રયાસોને ફટકો પડી રહ્યો હતો. મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ચાર વખત પ્રયાસ થયા હતા. સૌથી પહેલા ૨૦૦૯માં ભારતે પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં ભારતની સાથે સાથે અમેરિકા અને બ્રિટને સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની ૧૨૬૮ પ્રતિબંધ પરિષદની સમક્ષ આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. આ દેશોના સમર્થનની સાથે જ ભારતે ૨૦૧૭માં ત્રીજી વખત પ્રસ્તાવ મુક્યો હતો. આ તમામ પ્રસંગોએ ચને વીટોનો ઉપયોગ કરને અચડણો ઉભી કરી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ તરફથી મસૂદ પર પ્રતિબંધ મુકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવ્યા બાદ ચીને માર્ચ મહિનામાં પણ વીટોનો ઉપયોગ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો નિર્ણય એવા સમય પર આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભાની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી છે. પાંચ વર્ષ પહેલા ભાજપે રાજસ્થાન, બિહાર, ગુજરાત, ઝારખંડ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં રેકોર્ડ સફળતા હાંસલ કરી હતી. ભારતીય જનતા પાર્ટીને આ વખતે બંગાળ અને ઓરિસ્સામાં શાનદાર દેખાવની અપેક્ષા દેખાઇ રહી છે. આ બંને રાજ્યોમાં મોદીએ તમામ તાકાત ઝીંકી દીધી છે. રાજકીય વર્તુળોને પણ આશા છે કે ભારતીય જનતા પાર્ટીને બાલાકોટમાં કરવામાં આવેલા હુમલાના કારણે ફાયદો થશે

Related posts

પથ્થરબાજો સામે પગલા લેવાનો સમય

aapnugujarat

ઇમરાનની પીએમ તરીકે તાજપોશીની તૈયારી શરૂ

aapnugujarat

पाकिस्तान के साथ बातचीत केवल पीओके पर होगी : उपराष्ट्रपति

aapnugujarat

Leave a Comment

UA-96247877-1