Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ઇમરાનની પીએમ તરીકે તાજપોશીની તૈયારી શરૂ

પાકિસ્તાનમાં ગઇકાલે બુધવારના દિવસે મતદાન યોજાયા બાદ મતગણતરી હજુ પૂર્ણ થઇ નથી. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ છેલ્લા સમાચાર સુધી ૧૧૭ બેઠકો ઉપર લીડ મેળવી છે જ્યારે પીએમએલ-એન દ્વારા ૬૪ અને પીપીપી દ્વારા ૩૭ સીટ ઉપર લીડ મેળવી લેવામાં આવી છે. પાકિસ્તાનમાં બહુમતિનો આંકડો ૧૩૭નો રહ્યો છે. બહુમતિ ન મળી હોવા છતાં ઇમરાન ખાન દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તહેરીકે ઇન્સાફને સૌથી વધારે સીટ મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણીની સાથે સાથે પ્રાંતીય ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું.
સંસદ માટે કુલ ૩૪૨ સીટો છે. જેમાં ૭૦ સીટો પહેલાથી જ અનામત છે. પાકિસ્તાનના લોકપ્રિય અખબાર ડોનના કહેવા મુજબ ઇમરાન ખાનનુ આ વખતે વડાપ્રધાન બનવાનુ સપનુ પૂર્ણ થઇ રહ્યું છે. છેલ્લી ચૂંટણીમાં પીએમએલ-એન દ્વારા એકલા હાથે ૧૭૦ સીટો જીતી લેવામાં આવી હતી. પાકિસ્તાનમાં ૧૦ કરોડ ૫૯ લાખ મતદારો પૈકી મોટા ભાગના મતદારો સવારમાં જ મતદાન કરવા માટે બહાર આવ્યા હતા.
ચાર કરોડ ૬૭ લાખ મહિલા મતદારો નોંધાઈ હતી જે પૈકી મોટી સંખ્યામાં મહિલાઓ પણ મતદાન કરવા બહાર આવી હતી. નવાઝ શરીફના માતા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત લશ્કરે તોઇબાનો લીડર અને મુંબઈ બ્લાસ્ટનો અપરાધી કુખ્યાત હાફીઝ સઇદે પણ મતદાનમાં ભાગ લીધો હતો. પાકિસ્તાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા મોડી સાંજે પૂર્ણ થઇ હતી.
છ વાગે સુધીની મતદાન માટેનો સમય રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલિંગ બુથની અંદર રહેલા લોકોને જ મતદાન માટે તક આપવામાં આવી હતી. ચૂંટણીમાં ૭.૫ લાખ સુરક્ષા કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી હતી.
મતદાન શરૂ થતાની સાથે પાકિસ્તાનની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ૩૪૫૯ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. ૧૭૧ મહિલા ઉમેદવારોના ભાવિ પણ સીલ થઇ ગયા હતા. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાથી જ તૈયારી કરવામાં આવી હતી.
તમામ અશાંત ક્ષેત્રોમાં ખાસ સુરક્ષા છેલ્લા કેટલાક દિવસ પહેલા જ ગોઠવી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં ચૂંટણી ઇતિહાસ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ૭૧ વર્ષમાં ૪૫ વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા છે. જ્યારે બાકી ૨૬ વર્ષમાં સૈન્ય શાસન રહ્યુ છે.
પાકિસ્તાનમાં સૌથી કમનસીબ બાબત એ છે કે ત્યાં ૨૯ વડાપ્રધાન થઇ ચુક્યા છે પરંતુ કોઇ પણ વડાપ્રધાને તેમની અવધિ પૂર્ણ કરી નથી. સૌથી ઓછી અવધિ ચાર દિવસની રહી છે જ્યારે સૌથી વધારે અવધિ ૧૫૪૭ દિવસની રહી છે. જનરલ અયુબ ખાન ૧૯૫૮માં ચાર દિવસ માટે વડાપ્રધાન રહ્યા હતા. ત્યાર બાદ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કરીને ૧૪ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન ચલાવ્યુ હતુ. પાકિસ્તાનમાં ચાર દિવસથી લઇને ૧૫૪૭ દિવસો સુધી વડાપ્રધાનની અવધિ રહી છે. લિયાકત અલી સૌથી વધારે સમય સુધી એટલે કે ૧૫૨૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. મોહમમ્દ અલી ૮૪૭ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. જુલ્ફીકાર અલી ભુટ્ટો ૧૪૨૧ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા.
નવાઝ શરીફ ૮૯૪ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા. બેનેઝીર ભુટ્ટો ૧૧૧૩ દિવસ સુધી વડાપ્રધાન તરીકે રહી ચુક્યા છે. પાકિસ્તાનમાં આજે મતદાન થયા બાદ ૧૭૧ મહિલા ઉમેદવાર સહિત ૩૪૫૯ ઉમેદવારોના ભાવિ સીલ થઇ ગયા હતા. મોડી સાંજે મતગણતરી શરૂ થઇ હતી. આ વખતે કુલ ૧૦ કરોડ ૫૯ લાખ મતદારો નોંધાયા હતા.

Related posts

Islamic Jihad militants have to stop attacks or absorb more blows : Netanyahu

aapnugujarat

कठुआ गैंगरेप : निर्भया के वक्त राहुल गांधी कहां थे : मंत्री प्रकाश जावडेकर

aapnugujarat

શ્રીલંકા સિરીયલ બ્લાસ્ટઃ ૨૦૦થી વધારે બાળકોએ પરિવારના સભ્યો ગુમાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1