Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

શ્રીલંકા સિરીયલ બ્લાસ્ટઃ ૨૦૦થી વધારે બાળકોએ પરિવારના સભ્યો ગુમાવ્યા

ઇસ્ટરના તહેવારે શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સ્થિત ચર્ચ અને હોટલ્સને ટાર્ગેટ કરી કરાયેલ આતંકી આત્મઘાતી હુમલાઓએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. આ હુમલામાં ૨૫૦થી વધારે લોકોના મોત થયા હતા, આધાતજનક બાબત એ છે કે, લગભગ ૨૦૦ બાળકો તેમના પરિવારના સભ્યોને કાયમ માટે ગુમાવી બેઠા છે. મૃતકોમાં કેટલાક એવા લોકો પણ સામેલ હતા જે તેમના પરિવારનો એકમાત્ર સહારો હતા.
આ સિવાય હુમલામાં ઇજા પામેલા લોકોના પરિવારજનો પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલ છે. લગભબ ૭૫ પરિવાર એવા છે જે શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા પછી આર્થિક અને માનસિક સમસ્યાનો ભોગ બન્યા છે. આ મામલે તૈયાર અહેવાલમાં પ્રભાવિત લોકો માટે મનોવિજ્ઞાનીક સારવારની ભલામણ પણ કરવામાં આવી છે.
આ શ્રેણીબદ્ધ આતંકી હુમલાની જવાબદારી ૈંજી દ્વારા સ્વીકારમાં આવી હતી, પરંતુ તપાસમાં સ્થાનીક આતંકી સંગઠન નેશનલ તૌહીદ જમાતની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી, તરફ શ્રીલંકાના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય સામે રોષ વ્યક્ત કરતા સ્થાનીક લોકો દ્વારા તેમની પર હુમલા કરવામાં આવી રહ્યા છે. શ્રીલંકાના કેટલાક રાજ્યોમાં કોમી રમખાણોની સ્થિતિ ઉભી થતા કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું.

Related posts

293 suspects arrested till now in connection with Easter attacks: Sri Lanka police

aapnugujarat

અમેરિકાની ટેનેસી સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગથી 5નાં મોત

aapnugujarat

इस्राइल : एकता सरकार में मुझे प्रधानमंत्री बनना चाहिए- बेनी गैंट्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1