Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાની ટેનેસી સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગથી 5નાં મોત

અમેરિકાના ટેનેસીની નૈશવિલેમાં એક પ્રાઈવેટ ક્રિશ્ચિન સ્કૂલમાં જબરજસ્ત ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે કેટલાંક લોક ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક શંકાસ્પદનું પણ મોત થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. વેંડરબિલ્ટની મોનરો કેરેલ જૂનિયર ચિલ્ડ્રન હોસ્પિટલના પ્રવક્તા જોન હાઉજરે જણાવ્યું કે, ત્રણ બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જે સ્કૂલમાં આ ઘટના બની હતી એનું નામ વાચા સ્કૂલ છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસબળને તૈનાત કરવામાં આવ્યું છે. મેટ્રોપોલિટન નૈશવિલે પોલીસ વિભાગે એક ટ્વિટમાં કહ્યું કે, શંકાસ્પદ હુમલાખોરનું મોત થયું છે. જો કે, એના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે એવું પણ જણાવ્યું કે, હુમલાખોર પોલીસની ગોળીથી મર્યો કે પછી તેણે આત્મહત્યા કરી છે.

નૈશવિલે ફાયર ડિપાર્ટમેન્ટે ટ્વિટર પર કહ્યું કે, તેમની ટીમ ઘટના સ્થળે છે. તેઓએ અનેક લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ પણ કરી છે. જો કે, એવું સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે કેટલાં લોકોનાં મોત થયા છે અને કેટલાં લોકો ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે, બર્ટન હિલ્સ પર વાચા પ્રેસ્બિટેરિયન ચર્ચની વાચા સ્કૂલ પર ગોળીબારની ઘટના બની છે. હુમલાખોરને રોકવા માટે પોલીસે પ્રયાસ કર્યો હતો અને તે મરી ચૂક્યો છે.
સ્કૂલની વેબસાઈટ મુજબ, વાચા સ્કૂલની સ્થાપના વાચા પ્રેસ્બિટેરિયન ચર્ચે 2001માં કરી હતી. જેમાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્થાનિક WTVF-TVએ જણાવ્યું કે, પ્રીસ્કૂલથી ધોરણ છ સુધીનો અભ્યાસ આ સ્કૂલમાં થાય છે. અહીં અમેરિકી સ્કૂલમાં વધી રહેલી ગોળીબારની ઘટનાઓને જોતા 2022માં એક એક્ટિવ શૂટર પ્રોગ્રામ પણ યોજાયો હતો. આ દરમિયાન આવી ઘટનાઓથી કેવી રીતે બચી શકાય એ શીખવાડવામાં આવે છે.

Related posts

ट्रंप ने कहा – भारत छुपा रहा कोरोना मौतों का आंकड़ा

editor

Snapchat का अमेरिकी राष्ट्रपति को झटका

editor

Tehran के मेडिकल क्लिनिक में विस्फोट में 13 की मौत

editor

Leave a Comment

UA-96247877-1