Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રાસવાદીઓને હુમલા કરવા એક નબળી સરકારનો ઇંતજાર : અયોધ્યા, કોસાંબી અને ઈટારસીમાં મોદી દ્વારા વિરોધીઓ ઉપર પ્રહારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જારી રાખીને કોંગ્રેસ અને બસપ તથા સપા ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં લાંબા ગાળા બાદ પહોંચ્યા હતા. પાંચ વર્ષના ગાળામાં દેશમાં કોઇપણ જગ્યાએ ત્રાસવાદીઓ હુમલા કરવામાં સફળ રહ્યા નથી તેવો દાવો કરતા મોદીએ કહ્યું હતું કે, ભારતે આતંકવાદીઓ સામે ખુબ કઠોર નીતિ અપનાવી છે. મોદીએ આજે અયોધ્યાની રેલીમાં રામ, રામાયણથી લઇને આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર દ્વારા ત્રાસવાદીઓ સામે અતિકઠોર પગલા લેવામાં આવ્યા છે જેથી તેમની કમર તુટી ગઈ છે.
શ્રીલંકામાં કરવામાં આવેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, શ્રીલંકામાં હાલમાં જે કંઇ ઘટના બની છે તેવી સ્થિતિ ૨૦૧૪થી પહેલા ભારતમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રકારના હુમલાઓ થઇ રહ્યા નથી. ફૈઝાબાદમાં કઇરીતે બ્લાસ્ટ થયા હતા તેને કોઇ ભુલી શકે તેમ નથી. નવા હિન્દુસ્તાને આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારવા માટેની રણનીતિ અપનાવી છે.
સપા અને બસપા ગઠબંધન ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું તું કે, મહામિલાવટી ફરી એકવાર મજબૂર સરકાર બનાવવાની રાહ જોઇ રહ્યા છે. બીજી બાજુ આતંકવાદીઓ પણ મજબૂર સરકારની જ રાહ જોઈ રહ્યા છે. મજબૂર સરકાર બનતાની સાથે જ આતંકવાદીઓ ફરીવાર હુમલાઓ કરી શકે છે. અયોધ્યામાં ગૌરીગંજના માયાબજારમાં રેલીમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો તો અને કહ્યું હતું કે, આતંકવાદીઓની ફેક્ટ્રીઓ પડોશમાં હજુ પણ ચાલી રહી છે. આતંકવાદી હજુ સુધર્યા નથી. યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. આતંકવાદીઓના ખાત્મા માટે હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. ત્રાસવાદીઓ દેશમાં નબળી સરકારની રાહ જોઇ રહ્યા છે. તક મળતાની સાથે જ હુમલા કરી શકે છે. સાવધાનીમાં ચુક થવાની સ્થિતિમાં જે રીતે હાઈવે ઉપર અકસ્માત થઇ શકે છે તેવી જ રીતે ત્રાસવાદ સામે પણ સાવચેત રહેવાની જરૂર છે. સપા અને બસપા ગઠબંધન ઉપર તેજાબી પ્રહાર કર્યા હતા. સપા, બસપા અને કોંગ્રેસનું વલણ આતંકવાદીઓને લઇને ખુબ નબળું રહ્યું છે જેથી સાવચેતી જરૂરી છે. મોદીએ આ રેલીમાં જય શ્રીરામના નારા લગાવ્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં દિપક તો હજારો વર્ષોથી પ્રગટાવવામાં આવે છે પરંતુ હવે જે દિવાળી મનાવવામાં આવે છે તેની નોંધ સમગ્ર દુનિયા લઇ રહી છે. દેશના વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતં કે, દેશને વધુને વધુ મજબૂત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. સપા અને બસપાએ લોહિયા અને બાબાસાહેબના આદર્શોને માટીમાં નાંખી દીધા છે. છેલ્લા ૭૦ વર્ષથી દરેક ચૂંટણીમાં ગરીબી હટાવોનું વચન આપનાર કોંગ્રેસને શ્રમિકોની બિલકુલ ચિંતા નથી. મોદીએ અયોધ્યા ઉપરાંત કોસાંબીમાં પણ સભા યોજી હતી જ્યાં સપા અને કોંગ્રેસની મિત્રતા ઉપર પ્રહાર કરતા મોદીએ ક્હયું હતું કે, ૨૦૧૭ની ચૂંટણીમાં બે કાળી જેકેટ પહેરીને ચારેબાજુ ફર રહ્યા હતા. આજે બંને કાળી જેકેટ પહેરીને ફરનાર એકબીજાના દુશ્મન બની ચુક્યા છે. કુંભનો ઉલ્લેખ કરતા તેમણે કહયું હતું કે, એક પછી એક સફળતા હાંસલ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીને તો હવે ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવાર પણ મળી રહ્યા નથી. જે લોકો ૮ સીટો પર ચૂંટણી લડવા તૈયાર થયા તે પણ વડાપ્રધાન બનવા માટે ઇચ્છુક બની ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુખ્ય વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી તેમનાથી એટલી હદ સુધી નફરત કરે છે કે, હવે તેમની હત્યા કરાવવા માટેના સપના પણ જુએ છે.
મધ્યપ્રદેશમાં ચૂંટણી જનસભામાં તેઓએ આ વાત કરી હતી. હોશંગાબાદના ઇટારસીમાં જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, તેઓએ એવું સાંભળ્યું છે કે, કોંગ્રેસના એક નેતાએ અવું નિવેદન કર્યું છે કે, મોદીને એવો છગ્ગો મારુ કે સરહદ પાર મરે. કોંગ્રેસવાળાઓને મોદીથી એટલી હદ સુધી નફરત થઇ ગઇ છે કે, મોદીને મારવા સુધીના સપના જોવે છે પરંતુ આ લોકો ભુલી ગયા છે કે, મોદી તરફથી ભારતની પ્રજા બેટિંગ કરી રહી છે. મોદીનો ઇશારો નવજોત સિદ્ધૂ તરફ હતો. સિદ્ધૂએ હાલમાં જ દિગ્વિજયસિંહની એક સભામાં આ અંગેનું નિવેદન કર્યું હતું.
શ્રીલંકામાં થયેલા બોંબ બ્લાસ્ટનો ઉલ્લેખ કરતા મોદીએ ઝાકીર નાયક સાથે સંબંધ રાખનાર કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, શ્રીલંકાની સરકારે ઝાકીર નાયકની ટીવી ચેનલ ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. ઝાકીર નાયક એજ વ્યક્તિ છે જેના દરબારમાં દિગ્ગી રાજ પ્રશંસા કરતા થાકતા ન હતા. કોંગ્રેસના દરબારી અને રાજદરબારી લોકો ઝાકીર નાયકને શાંતિદૂત તરીકે દર્શાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશના ખેડૂતો એમ કહીને મત લીધા હતા કે, ૧૦ દિવસમાં જ બે લાખ રૂપિયા સુધીની લોન માફી થઇ જશે. આ ૧૦ દિવસ ક્યારે પુરા થશે તે બતાવવા તૈયાર નથી.
આ લોકો કહીને ગયા હતા કે, યુવાનોને રોજગારી ભથ્થુ અપાશે પરંતુ આ અંગે કોઇપણ માહિતી નથી. કોંગ્રેસ પાર્ટીની નીતિ ગેરમાર્ગે દોરવાની રહી છે. ભ્રષ્ટાચાર કોંગ્રેસ પાર્ટી ખુબ જ ઇમાનદારીથી કરે છે.

Related posts

पाकिस्तानी धमकी के बीच सेना प्रमुख कश्मीर के सीमावर्ती इलाकों में पहुंचे…!

aapnugujarat

૨૯ વખત મોદી સમક્ષ મદદ માટે રજૂઆત કરાઈ : નાયડુ

aapnugujarat

Cyclone storm Burevi: IMD issues red alert for Kerala

editor

Leave a Comment

UA-96247877-1