Aapnu Gujarat
ગુજરાત

ધોળકા વિધાનસભા ચૂંટણીમાં અનિયમિતતા : રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી

અમદાવાદ જિલ્લામાં ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં થયેલા વિવાદ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચે રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝર્વર વિનિત બોહરા સામે કાર્યવાહી કરવા આદેશ કરતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ધોળકા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીતને પડકારતી કોંગ્રેસના ઉમેદવાર દ્વારા કરાયેલી રિટમાં ખુદ હાઇકોર્ટે આ બંને અધિકારીઓની ભૂમિકાની ગંભીર આલોચના કરી મહત્વના અવલોકનો કર્યા હતા. જેને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી અને આ બંને અધિકારીઓ વિરૂધ્ધ હવે કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યવાહી કરવાના આદેશ જારી કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન સિંઘને પત્ર લખી ધવલ જાની સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે હવે ધવલ જાનીને શો કોઝ નોટિસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેકશન પિટિશન કરી પડકારી હતી. જેની સુનાવણી દરમ્યાન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રિટનિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝર્વર વિનિત બોહરાની ભૂમિકા અને તેમની કામગીરીની ભારે ટીકા કરી હતી.
હાઈકોર્ટે નોંધ્યુ હતું કે, ધોળકા વિધાનસભાની મતગણતરી દરમિયાન ધવલ જાનીએ ચૂંટણીપંચના કેટલાક સૂચનો અને નિયમોનો ભંગ કર્યો છે. હાઇકોર્ટે બંને અધિકારીઓની ગંભીર અનિયમિતતા અને ફરજ ચૂકને લઇ માર્મિક અવલોકનો પણ કર્યા હતા, જેની આખરે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ગંભીર નોંધ લીધી છે અને હવે બંને અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહીનો ગાળિયો કસાયો છે.

Related posts

પીએનડીટી એકટમાં સુધારાના પરિપત્રને હાઇકોર્ટમાં પડકાર : સોનોગ્રાફી કરતા તબીબોના સમૂહે રિટ કરી

aapnugujarat

शहर में चामुंडा स्मशानगृह में लकडी घोटाला सामने आया

aapnugujarat

ओढव में डॉक्टर पर फायरिंग करने वाला आरोपी गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1