Aapnu Gujarat
ગુજરાત

કચ્છમાં ભરઉનાળે મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક, ગ્રામજનોનાં પાણી માટે વલખા

ઉનાળાની શરૂઆતમાં કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે વલખા માટે પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક થઇ ચુક્યા છે. ખાલીખમ ડેમોની હાલત જોતા પાણીની સમસ્યા વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલમાં ૧૭ ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જયારે કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ડેમ, રાપર તાલુકાના સુવઈ અને ફતેહગઢ ડેમ નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે. કચ્છ જળાશયો સુકાઈ જતા આકારો ઉનાળો પાણી વગર કેવી રીતે નીકળશે તેવો સવાલ ઉઠી રહ્યો છે.
ભુજ તાલુકાના સાત જેટલા ગામનો સિંચાઈ તેમજ પીવાનું પાણી પુરૂ પાડતો રૂદ્રમાતા ડેમ તળિયા ઝાટક જોવા મળી રહ્યો છે ગતવર્ષે ઓછા પડેલા વરસાદ કારણે ડેમમાં ટીપું પાણી બચ્યું નથી. રૂદ્રમાતા ડેમ આસપાસ ગામ માટે જીવાદોરી સમાન છે. ડેમનું પાણી સુકાઈ જતા સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે ઉનાળામાં પાણીની સમસ્યા લોકોને સામનો કરવો પડશે. કચ્છ જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખુબજ વિશાળ છે. છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે લોકોને પાણી માટે રજળપાટ કરવો પડે છે. હજુ ઉનાળાની શરૂઆત થઇ છે પાણી વગર ઉનાળાના દિવસો કેવી રીતે જશે એ સૌથી મોટો સવાલ લોકોને હાલ સતાવી રહ્યો છે.

Related posts

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકિટ બુકીંગમાં ડિસ્કાઉન્ટ

aapnugujarat

ઢોર નિયંત્રણ બિલ પસાર થવા જઈ રહ્યું છે ત્યારે આ નિયમો લાગુ થઈ શકે છે

aapnugujarat

बड़ोदरा के निकट भायली गांव में चांदीपुरम वाइरस से बच्ची की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1