Aapnu Gujarat
ગુજરાત

ઢોર નિયંત્રણ બિલ પસાર થવા જઈ રહ્યું છે ત્યારે આ નિયમો લાગુ થઈ શકે છે

વિધાનસભાનો સત્રનો આજે અંતિમ દિવસ છે ત્યારે આજના દિવસે રખડતા ઢોર નિયંત્રણ પર બિલ લાવવામાં આવી રહ્યું છે. રખડતા ઢાેરના ત્રાસને લઈને લાેકાે પરેશાન થઈ હ્યા છે. ખાસ કીરને શહેરાેની અંદર અા પ્રકારની સમસ્યા વધી રહી છે. જ્યાં રસ્તા પર જ રખડતા ઢાેર જાેવા મળે છે. કેમ કે, અમદાવાદ કાેર્પાેરેશનની વાત કરીઅે તાે અહીં પણ અા પહેલા કાેર્પાેરેશને કડક નિયમાે બનાવ્યા છે પરંતુ સ્થિતિ જે સે થે અે જાેવા મળી રહી છે. ત્યારે અા મામલે હાઈકાેર્ટે પણ સરકારને ટકાેર કરી હતી જેથી રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ પરનો કાયદો લાવવા હેતુસર આજે બિલ પસાર થઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારની બાબતો રખડતા ઢોરના ત્રાસને કાબુ લેવા માટે સમાવવામાં આવશે.

રખડતા ઢોરને જોતા બનાવવામાં આવી શકે છે આ નિયમો..

રેડીયાે ફ્રીક્વન્સી ટેગ ઢાેર પર લગાવવામાં અાવી શકે છે.

માલિકાેને સજા અને દંડની અલગ અલગ જાેગવાઈઅાે કરવામાં આવી શકે છે.

ઢોર નિયંત્રણ માટે રખડતા ઢોર પર ટેગ લગાવવી પડશે

આ કાયદાના ભંગ બદલ એક વર્ષ સુધીની સજાની જોગવાઈ થઈ શકે છે.

રાજ્યના નગરાે અને મહાનગરાેમાં કેટલ ઝાેન જાહેર કરાશે જ્યાં રખડા ઢાેર જાેવા મળશે તાે કાર્યવાહી કરવામાં અાવશે.

પશુઓ માટેને અલગ વ્યવસ્થા, વસાહત બનાવવામાં આવી શકે છે, ત્યાં જ ચારાે અપાશે ત્યાં જ માલિકાે જઈ શકે તેવી વ્યવસ્થા થઈ શકે છે.

રખડતા ઢાેર માટે ઠાેસ પાેલિસી બનાવવામાં અાવશે જેમાં વિવિધ પ્રકારના કાયદાઅાેની જાેગવાઈઅાે સાથે નિયમ કડક બનાવાશે.

Related posts

દિયોદરમાં ચીન વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન

editor

રૂપાણી સરકાર વિરુદ્ધ ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી કોંગ્રેસ ચલાવશે વિવિધ અભિયાન

editor

૪ ટુ બીએચકેના બદલે વન બીએચકેના ૩ ફલેટ આપ્યા : બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1