Aapnu Gujarat
ગુજરાત

વન રક્ષકની પરીક્ષા ના પેપર ફૂટવાના બનાવના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તાજેતરમાં યોજવામાં આવેલી વન રક્ષકની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાની નિંદા કરવામાં આવી છે. અમરેલી યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ વન રક્ષકની પરીક્ષાના પેપર ફૂટવાના બનાવના વિરોધમાં યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

આ દરમિયાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, છાશવારે બનતી આવી ઘટના મા સરકારની ક્યાંકને ક્યાંક ભૂમિકા હોય એવું લાગે આવે છે ત્યારે ફુગ્ગા ની ગેમ કૂટતા પ્રશ્ન પેપર બાબત સરકાર ગંભીર ના હોય સરકારના સંલગ્ન વિભાગ રાજીનામાં આપે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેડા કરવાનું બંધ કરે તેઓ અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વન રક્ષક પરીક્ષા ના વિદ્યાર્થીઓ મિલન ચાવડા સાહિલ રફાઈ જતીન બગડા રાજુ ચાવડા દિનેશભાઈ મકવાણા સુરેશભાઈ મકવાણા અંકિત જાની લલીતભાઈ જીગ્નેશ રાઠોડ અનિલ સોલંકી રણજીત વાળા મુન્નાભાઈ મકવાણા જયરાજ માધડ ઉપસ્થિત રહ્યા હતા તેમની આગેવાની અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ દેવરાજભાઈ બાબરીયા દ્વારા કરવામાં આવી હતી.

મોંઘવારી મુદ્દે પણ કોંગ્રેસનો વિરોધ

યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસના સિલિન્ડરના વધતા ભાવ અંગે પણ રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા રસ્તા પર સિલિન્ડર પર બેસીને કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

નવા કાયમી ડીજીપી તરીકેે શિવાનંદ ઝાની નિમણૂંક

aapnugujarat

ગાંધીનગરમાં પેપર લીક મામલે કોંગ્રેસનો હોબાળો, સરકારની મિલીભગતથી પેપર ફૂટ્યા- અમિત ચાવડા

aapnugujarat

પાવાગઢમાં બે લાખથી પણ વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1