Aapnu Gujarat
ગુજરાત

નવા કાયમી ડીજીપી તરીકેે શિવાનંદ ઝાની નિમણૂંક

રાજયના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થયા હતા અને સરકારને રાજયના કાયમી ડીજીપીની નિમણૂંક કરવાનો મહત્વનો નિર્ણય લેવાનો હતો ત્યારે રાજય સરકારે આગામી ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી સહિતના સઘળા પાસાઓને ધ્યાનમાં લઇને કાયમી ડીજીપી તરીકેની પસંદગીનો કળશ આખરે સ્ટેટ આઇબીના વડા અને ૧૯૮૩ની બેચના આઇપીએસ અધિકારી શિવાનંદ ઝા પર ઢોળ્યો છે. રાજય સરકાર દ્વારા આજે રાજયના કાયમી ડીજીપી તરીકે શિવાનંદ ઝાની નિમણૂંકની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી. સરકાર દ્વારા નિમણૂંક કરાતાંની સાથે જ નવા કાયમી ડીજીપી શિવાનંદ ઝાએ આજે સાંજે રાજયના પોલીસ મહાનિર્દેશક તરીકેનો પોતાનો નવો ચાર્જ સંભાળી લીધો હતો. શિવાનંદ ઝા આગામી બે વર્ષ સુધી રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપીપદે) તરીકે રહેશે. રાજયના ડીજીપી પદની રેસમાં સને ૧૯૮૩ની બેચના આઇપીએસ અધિકારી અને સ્ટેટ આઇબીના હાલના વડા એવા શિવાનંદ ઝા પહેલેથી જ આગળ હતા અને સરકારે આગામી લોકસભા ચૂંટણી, રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિત સહિતના સંબંધિત પાસાઓ ધ્યાનમાં રાખીને આખરે શિવાનંદ ઝાને કાયમી ડીજીપી પદે નિયુકત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી રાજયમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે કામ ચલાવાતું હતું અને તેથી પૂર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ રાજયમાં કાયમી ડીજીપીની નિમણૂંક માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે અગાઉ રાજય સરકારને આઠ સપ્તાહમાં રાજયના કાયમી પોલીસ વડાની નિમણૂંક કરી દેવા ફરમાન કર્યું હોઇ હવે સરકારને કાયમી ડીજીપીની નિયુકિત કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, રાજયના ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થયા હતા અને રાજય સરકાર માટે રાજયના પોલીસ વડા(ડીજીપીપદે) તરીકે કાયમી નિમણૂંક કરવા બાબતે બહુ અગત્યનો નિર્ણય લેવાનો હતો. કારણ કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પણ સરકાર માટે મહત્વની હોઇ અને રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમ જ સરકારના નિર્દેશોનું પાલન થાય તે પણ એટલું જ સરકાર માટે અગત્યનું હોઇ સરકારે તેના વિશ્વાસુ ઉચ્ચ પોલીસ અધિકારીને કાયમી ડીજીપીના હોદ્દા પર નિયુકત કરવા પડે તેમ હતા. કાયમી ડીજીપી પદની રેસમાં આમ તો, ૧૯૮૩ની બેચના અધિકારી વિપુલ વિજોય અને ત્યારબાદ એ.કે.સુરોલિયા, ૧૯૮૪ની બેચના તીર્થરાજ, મોહન ઝા અને ૧૯૮૫ની બેચના એક.કે.સિંઘના નામો હતા પરંતુ આ બધામાં રેસમાં સૌથી આગળ નામ સને ૧૯૮૩ની બેચના આઇપીએસ અધિકારી શિવાનંદ ઝાનું હતું અને સરકારે અપેક્ષા મુજબ શિવાનંદ ઝાને જ કાયમી ડીજીપીનો પદભાર સોંપ્યો હતો. નવનિયુકત ડીજીપી ઝાએ તેમના હોદ્દાનો ચાર્જ આજે સાંજે સંભાળી લીધો હતો. રાજયના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસતંત્રના ઉચ્ચ અધિકારીઓએ નવનિયુકત ડીજીપી શિવાનંદ ઝાને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

કચરાને ‘બેસ્ટ’ બનાવવા રાજ્યમાં પ્રથમવાર વડોદરા રેલવે વિભાગ દ્વારા શરૂ કર્યો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન

aapnugujarat

आरएसएस की तर्ज पर पास प्रचारकों की टीम बनाएंगे हार्दिक

aapnugujarat

કચ્છમાં ૩.૨નો ભૂકંપનો આંચકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1