Aapnu Gujarat
ગુજરાત

કચરાને ‘બેસ્ટ’ બનાવવા રાજ્યમાં પ્રથમવાર વડોદરા રેલવે વિભાગ દ્વારા શરૂ કર્યો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન

રાજ્યમાં સૌ પ્રથમ વાર વડોદરા રેલવે વિભાગ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્લાન્ટના પગલે હવે સૂકા અને ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાશે તો વળી કચરાના નિકલના ફળસ્વરૂપે ખાતર પણ મેળવી શકાશે.
વેસ્ટર્ન રેલવે દ્વારા સૌ પ્રથમ વાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની શરૂઆત મુંબઈ ખાતે કરવામાં આવી હતી અને હવે ગુજરાતમાં પહેલો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં આવન જાવન કરતાં મુસાફરો અને અનેક ટ્રેનો મારફતે મુસાફરી કરતાં મુસાફરો દ્વારા ત્યજી દેવાતા ભીના અને સૂકા કચરાનું એકત્રીકરણ કરીને તેના ઉપર પ્રોસેસિંગ કરી ખાતર બનાવવાનો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે.
વડોદરા ખાતે નિર્માણ પામેલ આ પ્લાન્ટ ખાતેથી પ્રતિ દિવસ ભીના કચરામાંથી ૧૦૦ કિલો જેટલું ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો દ્વારા ત્યજી દેવાતા સૂકા ભીના કચરાને રેલવે સ્ટેશન ખાતેથી એકત્રિત કરી તે કચરાને પ્લાન્ટ ખાતે લાવવામાં આવે છે અને ત્યાર બાદ પ્લાન્ટ ખાતે ફરજ બજાવતાં કર્મીઓ સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને બંને પ્રકારના કચરાને વર્ગીકૃત કરીને પ્લાન્ટમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે અને પ્લાન્ટમાં સ્થાપિત ઓટોમેટિક મશીન દ્વારા કચરા પર પ્રોસેસિંગ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે.

Related posts

बेहरामपुरा इलाके में चॉल के लोग प्राथमिक सुविधा से वंचित

aapnugujarat

अंबाजी के त्रिशुलीया घाट निकट ब्रेक अचानक फेल होने से गाड़ी पलटी : १० की मौत

aapnugujarat

એસટી નિગમ ૧૯ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન વધારાની ૨૩૦૦ બસો દોડાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1