Aapnu Gujarat
ગુજરાત

નિયમ વિરુદ્ધની અપેક્ષાઓ વિપક્ષ રાખે છે : પ્રદિપસિંહ

વિધાનસભા ગૃહમાં પ્રજાને સ્પર્શતા સાચા પ્રશ્નોને વાચા આપવાના બદલે ગૃહનો સમય બગાડનાર અને નિયમ વિરુદ્ધની અપેક્ષા રાખનારા વિપક્ષના સભ્યોને બે દિવસ માટે સસ્પેન્ડ કરવાના અધ્યક્ષના નિર્ણયમાં કોઇ પક્ષપાત ન હોવાનું સંસદીય રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અધ્યક્ષનું પદ પક્ષાપદથી પર હોવાની સાથે તટસ્થ રીતે ગૃહનું સંચાલન કરવાની જવાબદારી હોવાથી તેઓ દ્વારા નિયમોને અનુરુપ અને ગૃહની ગરિમા જળવાઈ તે રીતે નિર્ણય લેવામાં આવતા હોવાનું સંસદીય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું, વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ બાદ વિપક્ષના સભ્યો દ્વારા સુત્રોચ્ચાર અને વેલમાં ધસી આવવાની ઘટના બાદ અધ્યક્ષ દ્વારા સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ અંગે ખુલાસો કરતા સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ બાદ વિપક્ષના નેતા દ્વારા કોઇ એક પ્રશ્નની ચર્ચાની માંગણી કરવામાં આવી હતી તે સમયે અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું કે, ઓર્ડર ઓફ દ ડે મુજબ ગૃહનું કામકાજ થતું હોય છે. સંસદીય રાજ્યમંત્રી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઓર્ડર ઓફ દ ડેમાં કામકાજ સલાહકાર સમિતિમાં પહેલેથી નક્કી થયેલા બિઝનેસ મુજબ કામકાજ થતું હોય છે. અધ્યક્ષ સ્વયં નિયમોને બંધનકર્તા હોય છે. તેથી જે એજન્ડામાં ન હોય તેવું કોઇ કામકાજ એજન્ડામાં સમાવી ન શકે, તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યો, વેલમાં ધસી આવ્યા હતા.
અધ્યક્ષ દ્વારા વિપક્ષના સભ્યોને એકવાર, બે વાર નહીં પરંતુ ત્રણ વાર પુરતી ચેતવણી આપવા છતાં સુત્રોચ્ચાર ચાલુ રાખી વેલમાં બેસી રહ્યા હતા. તેથી અધ્યક્ષ શ્રી દ્વારા નિર્ણય લઇ જે સભ્યો વેલમાં ધસી આવ્યા હતા, સતત શિસ્તનો અનાદર કરી રહેલા સભ્યોને આજના દિવસ માટે કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહનું સંચાલન નિહાળવા માટે સમગ્ર રાજ્યમાંથી બાળકો, મહિલાઓ, મોભીઓ આવતા હોવાથી કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો વિરુદ્ધ જે શબ્દો વાપરવામાં આવ્યા તેના સંદર્ભે સંસદીય રાજ્યમંત્રી દ્વારા બે દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

Related posts

થુવાવી – રાજલી ગામની નજીક અકસ્માત : કાર ખાડામાં ખાબકી

editor

Gujarat recorded 1110 fresh Covid-19 cases in 24 hours

editor

AMTS બસ સર્વિસ પર ૨૬.૧૧ અબજનું જંગી દેવું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1