Aapnu Gujarat
ગુજરાત

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહિ હોવાને કારણે TDOની કચેરીમાં રામધૂન બોલાવી સુત્રોચ્ચાર કર્યો

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહિ હોવાને કારણે ગ્રામજનો ગ્રામ પંચાયત સરપંચ સહિતના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે જ્યારે અહીં ગામના અરજદાર સહિત લોકો સહી કરાવવા અથવા અન્ય કામગીરી માટે અન્ય વિસ્તારમાં જવુ પડે છે તલાટી મંત્રી ની ગામડામાં વાંરવાર જરૂર પડતી હોય છે અને ન હોવાને કારણે મુશ્કેલી પણ આટલી જ પડતી હોય છે ગ્રામજનો દ્વારા અગાવ ટી.ડી.ઓ સહિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તલાટી મંત્રી ગામને હજુ સુધી મળ્યા નથી જેના કારણે વધુ રોષ જોવા મળી રહ્યો છે

પીઠવડી ગામના સરપંચ ગ્રામપંચાયતના સદસ્યો અરજદારો ગ્રામજનો સહિત લોકો તાલુકા પંચાયત કચેરી એ પોહચીયા અને સુત્રોચાર કરતા કરતા આવ્યા અને ટી.ડી.ઓને ઉગ્ર રજૂઆતો કરી આ ઉપરાંત અહીં ચેમ્બર ની સામે રામધૂન બોલાવી વિરોધ કર્યો આ પ્રકારના વિરોધના કારણે તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશો અને કર્મચારીઓ માં દોડધામ મચી હતી જોકે સમગ્ર ઘટના બાદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ એ હાલ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે આવતી કાલે તલાટી મંત્રી ગામને આપવા માટે ખાત્રી મળ્યા બાદ રોષ સમેટયો હતો જોકે હજુ પણ ગ્રામજનોને તલાટી નહિ મળે તો વધુ આક્રમણ રીતે જિલ્લા કચેરી એ ગ્રામજનો જવાના મૂડમાં જોવા મળ્યા હતા

Related posts

સુરતમાં ભડકો ભાજપના ત્રણ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભરતાં ભાજપની હાલત કફોડી

aapnugujarat

પાવાગઢમાં બે લાખથી પણ વધુ ભક્તોએ કર્યા માતાજીના દર્શન

aapnugujarat

મુક્તક કાપડિયાના જામીન રદ કરાવવા અરજી થાય તેવી વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1