Aapnu Gujarat
ગુજરાત

મુક્તક કાપડિયાના જામીન રદ કરાવવા અરજી થાય તેવી વકી

સીબીએસઇ કોર્સની માન્યતા હોવાના બહાને વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે છેતરપીંડી કરવાના ચકચારભર્યા પ્રકરણમાં એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક મુકતક કાપડિયાના આગોતરા જામીન રદ કરાવવા અને રિમાન્ડ મેળવવા માટે સરકારપક્ષ દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અલગ-અલગ રિવીઝન અરજી આગામી દિવસોમાં દાખલ કરાય તેવી શકયતા છે. કારણ કે, અગાઉ અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટે આરોપી મુકતક કાપડિયાના રિમાન્ડ નામંજૂર કરી તેમને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. જેનાથી નારાજ થઇ સરકારપક્ષ દ્વારા આ મામલે સેશન્સ કોર્ટમાં પડકાર ફેંકવો હોઇ રિવીઝન અરજી માટે જરૂરી મંજૂરી જિલ્લા કલેકટરમાંથી માંગી હતી, જે મંજૂરી કલેકટરમાંથી મળી જતાં હવે આગામી દિવસોમાં મુકતક કાપડિયા વિરૂધ્ધ રિવીઝન અરજી દાખલ થાય તેવી પૂરી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, સીબીએસઇ કોર્સની માન્યતા નહી હોવાછતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ગેરકાયદે રીતે ફી ઉઘરાવી છેતરપીંડી કરવાના પ્રકરણમાં એચ.બી.કાપડિયા સ્કૂલના આરોપી સંચાલક મુકતક કાપડિયા અને મહિલા પ્રિન્સીપાલ પૂનમબહેન સેડાણી વિરૂધ્ધ ઘાટલોડિયા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેમાં નીચલી કોર્ટે આ બંને આરોપીઓના આગોતરા જામીન ફગાવતાં તેઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, હાઇકોર્ટે પણ મુકતક કાપડિયા અને પૂનમ સેડાણીની આગોતરા જામીનઅરજી ફગાવી દીધી હતી, જેને પગલે પોલીસ માટે મુકતક કાપડિયા અને પૂનમ સેડાણીની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો. આખરે પોલીસે ગત તા.૧૬મી એપ્રિલે મોડી રાત્રે એચ.બી.કાપડિયા સ્કૂલના સંચાલક અને ટ્‌સ્ટી એવા મુકતક કાપડિયાની ધરપકડ કરી હતી અનેે તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી ફગાવી હતી અને બાદમાં મુકતક કાપડિયાના રૂ.૨૫ હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા.
આ હુકમથી નારાજ સરકારપક્ષે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટમાં રિવીઝન અરજી કરવી હોઇ નિયમોનુસાર કલેકટરની પરવાનગી માંગી હતી, જે આખરે મળી જતાં હવે સરકારપક્ષ મુકતક કાપડિયાના રિમાન્ડ મેળવવા અને તેના જામીન રદ કરાવવા માટે અમદાવાદ ગામ્યની સેશન્સ કોર્ટમાં જુદી જુદી રિવીઝન અરજી દાખલ કરશે.

Related posts

વિરમગામ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બેટી બચાવોનો સંદેશ આપ્યો

aapnugujarat

જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર દ્વારા 21મો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1