Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં 15 મે આસપાસ મતદાન, એપ્રિલના બીજા અઠવાડિયામાં જાહેરનામુ બહાર પડશે- અકીલા

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. એક ન્યૂઝ પેપર અનુસાર 15 મે આસપાસ ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે. એપ્રિલના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેરનામુ બહાર પાડવામાં આવી શકે છે. બીજી તરફ કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કહ્યુ કે, અમે ચૂંટણી માટે તૈયાર છીએ. ગમે ત્યારે ચૂંટણી આવે કોંગ્રેસ તૈયાર છે.

ઇસુદાન ગઢવીએ કહ્યુ કે, આપથી ભાજપ ડરી ગઇ હોય અને વહેલી ચૂંટણી લાવે તો આમ આદમી પાર્ટી તૈયાર છે.

અકીલા ન્યૂઝ પેપર અનુસાર, ચૂંટણીના વર્ષમાં એકાદ બે દિવસમાં ગાંધીનગરથી કોઇ મોટા રાજકીય સમાચાર બહાર આવે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી જે રીતે રાજકીય ઘટનાક્રમો સામે આવી રહ્યા છે તે જોતા એપ્રિલમાં ચૂંટણીનું જાહેરનામું અને મે માં મતદાન કરાવવામાં આવે તેવી શક્યતા છે.

પાંચ રાજ્યની ચૂંટણીમાં ચાર રાજ્યમાં ભાજપને સફળતા મળતા કેસરિયા બ્રિગેડમાં ઉત્સાહનો માહોલ છે અને તેને વટાવી લેવા તૈયારી થઇ ગઇ હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાનની મુલાકાતો ઘણા બધા નિર્દેશો આપે છે.

ગાંધીનગરના ટોચના રાજકીય આગેવાનો તથા રાજકોટના ટોચના અધિકારી સુત્રોમાંથી મલતી વિગતો મુજબ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે અને મંત્રી મંડળ સહિત રાજ્યપાલને આજે રાજીનામુ આપવા જઇ રહ્યાની બિન સત્તાવાર ભારે ચર્ચા ઉપડી છે.

રાજકોટ કલેક્ટર કચેરીના ચૂંટણી શાખાના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ કલેક્ટર શહેર-જિલ્લાની 202 સરકારી કચેરીમાંથી તમામ સ્ટાફની માહિતી માંગી છે, જેમાં ક્યારથી ફરજ બજાવે છે, હોદ્દો, નિવૃત થવાનો કાળ વગેરે વિગતો 4 એપ્રિલ સુધી ડેપ્યુટી કલેક્ટરને મોકલી આપવા સૂચના અપાઇ છે.

Related posts

આજથી ધોરણ- ૧૦ અને ધો- ૧૨ ની રીપીટર પરીક્ષાનો પ્રારંભ

editor

નારોલમાં સાતમા માળેથી પટકાતાં મહિલાનું મોત

aapnugujarat

સુરેન્દ્રનગરના નવયુવાનનું પુસ્તક “લવ ની જર્ની” લોન્ચ થયુ

editor

Leave a Comment

UA-96247877-1