Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના નવયુવાનનું પુસ્તક “લવ ની જર્ની” લોન્ચ થયુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાનાં રાજસીતાપુર ગામના મૂળ વતની અને હાલ સુરેન્દ્રનગરમાં રહેતા “આશિષ સુરાણી” નામના નવયુવાનનું પુસ્તક “લવની જર્ની” તાજેતરમાં પ્રકાશિત થયું છે. તેમનું આ પુસ્તક ગુજરાતની પ્રખ્યાત પુસ્તક પ્રકાશનની કંપની આર.આર.શેઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આજકાલના નવયુવાનો મોબાઈલ ગેમ્સ અને સોશિયલ મીડિયામાં પોતાનો સમય વેડફી નાખતાં હોય છે. જ્યારે આશિષ સુરાણીએ પોતાના વધારાના સમયનો સદુપયોગ કરીને આ પુસ્તકનું નિર્માણ કર્યું છે. તેમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે તેઓએ લોકડાઉનના સમયમાં પોતાના વાંચવાના શોખથી એક સ્ટેપ આગળ જઈને લખવાની શરૂઆત કરી હતી. સતત મહેનત અને એકાગ્રતા સાથે લખતાં લખતાં તેમણે પોતાનું પુસ્તક પૂરું કર્યું અને પ્રથમ પ્રયત્ને જ પ્રકાશિત થવા માટે પસંદગી પામી ગયું.
પુસ્તકો વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે પુસ્તકો આપણાં વિચારોને માર્ગ ચિંધે છે. પુસ્તકો કરતાં સાચો અને સારો મિત્ર કોઈ હોય શકે જ નહીં. જે વાંચે છે તે આવતીકાલને જાણે છે. તેઓ ખાસ કરીને યુવાનોને વાંચન તરફ વળવા માટે પ્રોત્સાહિત કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે તેઓ અત્યારે બીજા પુસ્તક ઉપર કામ કરી રહ્યા છે. અત્રે એ વાત પણ નોંધનીય છે કે તેઓ પોતે એક સિવિલ એંજિનિયર છે.
તો આટલી નાની ઉંમરમાં આટલા સારા વિચારો ધરાવતાં નવયુવાન લેખક આશિષ સુરાણીનું આટલા મોટા પ્લેટફોર્મ ઉપર પુસ્તક પ્રકાશિત થતાં સુરેન્દ્રનગર જિલ્લાનું નામ આખા ગુજરાતમાં રોશન થયું છે.

Related posts

हाटकेश्वर में लीकेज होने पर हजारों लीटर पानी की बर्बादी

aapnugujarat

ડુંગળી, લસણ અને બટાકાના ભાવ ગગડતા ખેડૂતોને વાવણીનો ખર્ચ માથે પડ્યો

aapnugujarat

ગેરકાયદેસર પિસ્ટલ-કાર્ટીસ સાથે એક શખ્સ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1