Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લામાં બે ત્રાસવાદીઓ ઠાર મરાયા

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આજે સવારે ભીષણ અથડામણ થઇ હતી. જેમાં બે કુખ્યાત ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. બાતમીના આધાર પર સફળ ઓપરશન હાથ ધરવામાં આવ્યુ હતુ. અથડામણના સ્થળથી સુરક્ષા દળોન મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા હતા. અપરાધિક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. અથડામણ બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલીસે કેસ દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરી છે. બાતમી મળ્યા બાદ અનંતનાગ જિલ્લાના બિજબહેરાના બાગેન્દર મોહલ્લા વિસ્તારમાં આ અથડામણ થઇ હતી. સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા બાદ ઘટનાસ્થળેથી વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોએ આતંકવાદીઓની કમર તોડી પાડી છે. જીઓસી ૧૫ કોર્પ્સના કેજેએસ ધિલ્લોને ગઇકાલે બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી.આ વર્ષે સુરક્ષા દળોને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી છે. ૬૯ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જે પૈકી ૨૫ આતંકવાદીઓ જૈશે મોહમ્મદના નિકળ્યા છ. આ પૈકી ૧૩ પાકિસ્તાની આતંકવાદીઓ હતા.
જમ્મુ કાશ્મીરના ડીજી દિલબાગસિંહ, આઈજી કાશ્મીર એસપી સૈની, જીઓસી કેજેએસ ધિલ્લોન, આઈજી સીઆરપીએફ ઝુલ્ફીખાર હસને શ્રીનગરમાં આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અભૂતપૂર્વ સુધારો થઇ ચુક્યો છે. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ૪૧ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પથ્થરબાજો ઉપર પણ અંકુશ મુકવામાં સફળતા મળી છે.

Related posts

ભારત, ચીન ૧૦ ડિસેમ્બરથી સંયુક્ત લશ્કરી કવાયત યોજશે

aapnugujarat

મંદિર દર્શન અને રોડ શોની વચ્ચે રાજનાથે નામાંકન કર્યું

aapnugujarat

Ajit Pawar seeks dismissal of PIL filed against him in irrigation scam

aapnugujarat

Leave a Comment

UA-96247877-1